અમદાવાદઃ જાપાનના લોકોની સૌથી ખાસ વાત એ છે કે તેમની ત્વચા ડાઘા રહિત તથા ચમકતી હોય છે. જોકે, તમે આ અંગે વિચાર્યું છે અથવા તો એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આખરે તેમની ત્વચા કેમ આટલી ચમકે છે? તમને કદાચ નહીં ખબર હોય પરંતુ આજે અમે તમને આ સીક્રેટ અંગે જણાવીશું. જાપાની લોકોની ચમકતી ત્વચાનું સીક્રેટ છે ખૂબ બધુ પાણી. અહીંયા પાણી પીવાની થેરેપી છે, જેને જાપાની વોટર થેરપીના નામથી ઓળખવામાં આવે છે.


જાપાની વોટર થેરેપીમાં જાપાની લોકો સવારે જાગીને નરણે કોઢે 2-3 ગ્લાસ નોર્મલ પાણી પીવે છે. તેમના મતે, ઠંડું પાણી પીવાથી તબિયત સારી રહેતી નથી અને તેની અવડી અસર પાચનતંત્ર પર પડે છે. આજે આપણે વોટર થેરેપી અંગે વિસ્તારથી જાણીશું.


જાપાની લોકો સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા પાણી પીવે છે. આ પાણી રૂમ ટેમ્પચર કે પછી થોડુંક હુંફાળું પાણી હોય છે. પાણી પીવાના 45 મિનિટ બાદ જાપાની લોકો નાસ્તો કરે છે. સૌથી ખાસ વાત એ છે કે જાપાની લોકો 15 મિનિટ સુધી ભોજન કરે છે. આટલું જ નહીં દર બે કલાકે થોડું થોડુ જમે છે.


સ્વાસ્થ્ય એક્સપર્ટના મતે, જાપાની વોટર થેરેપીથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. એક મહિના સુધી આ થેરેપીનો ઉપયોગ કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. આ થેરેપી ટાઈપ 2 ડાયાબિટીઝના દર્દીઓને ફાયદાકારક રહે છે.


બીપી કંટ્રોલમાં રહે છેઃ આ થેરેપી દરમિયાન શરીર કેલરી લેવાનું ઓછું કરી દે છે. જાપાની વોટર થેરેપી નિયમિત કરવાથી વજન ઘટવામાં મદદ મળે છે. શરીરમાં પાણી ઓછું ના થવાથી મગજ ફંક્શન સારી રીતે ચાલે છે, એનર્જી લેવલ વધે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.


કબજિયાતમાં રાહતઃ પાણી વધારે પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે, જેમ કે કબજિયાતમાં રાહત, પથરીમાં આરામ, માથાના દુખાવામાંથી છૂટકારો મળે છે. અનેક લોકો પોતાની તરસ છિપાવવા માટે પ્રવાહી પદાર્થો લે છે પરંતુ આમ કરવાથી શરીરમાં પાણીની પૂર્તિ થતી નથી. જાપાની વોટર થેરેપીથી શરીરમાં પાણીની પૂર્તિ થઈ જાય છે. આ થેરેપી દરમિયાન એક લીટરથી વધુ પાણી પીવું જોઈએ નહીં. એક સ્વસ્થ વ્યક્તિની કિડની એકવારમાં આટલું જ પાણી સંભાળી શકે છે.


નોંધઃ આ આર્ટિકલ વાચકોની જાણકારી વધારવા માટે છે. જો તમને કોઈ બીમારી હોય તો તમારે ડોક્ટર્સની સલાહ લીધા બાદ જ વોટર થેરેપીનો ઉપયોગ કરવો.