Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટ કરીનાનું હવે વધી ગયું છે પેટ, તડોતડ ટી શર્ટમાં કંઈક આ અંદાજમાં ઘરની બહાર મળી જોવા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. કરીના કપૂર આઠમા મહિને પણ આરામ કરવાને બદલે બહાર જતી હોય છે. હાલમાં જ કરીના પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરે જોવા મળી હતી. આ સમયે કરીનાએ સ્લિવલેસ ટી શર્ટ તથા બ્લેક ટ્રેક પેન્ટ પહેર્યું હતું.

કરીનાને આ બ્લેક ટી શર્ટ એકદમ ફીટ આવી ગઈ હતી. તેણે વાળ બાંધીને રાખ્યા હતા અને સન ગ્લાસ તથા હેન્ડબેગથી પોતાની લુક કમ્પ્લિટ કર્યો હતો. હાલમાં જ કરીના કપૂર દીકરા સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ છે.

કરીનાએ જૂના ઘરમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સ મલાઈકા, અમૃતા તથા બહેન કરિશ્માને પાર્ટી આપી હતી. કરીના આ નવા ઘરમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે. કરીના ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપવાની છે.

કરીનાએ પ્રેગ્નન્સીમાં જ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આટલું જ નહીં કોરોનાકાળમાં પણ કરીનાએ પોતાના અલગ અલગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પૂરા કર્યા હતા. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ નિયમિત રીતે શૂટિંગ કર્યું હતું.


હાલમાં કરીના પોતાના નવા ઘરે દીકરા તૈમુર સાથે એકલી જ છે. સૈફ અલી ખાન જેસલમેરમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સૈફની વેબ સિરીઝ ‘તાંડવ’ને કારણે ઘણો જ વિવાદ થયો હતો અને તેથી જ કરીનાના ઘરની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

You cannot copy content of this page