Only Gujarat

Bollywood FEATURED

અમિતાભ બચ્ચનની ભાણીનો રંગીન અંદાજ જોઈને આ એક્ટર થયો ઘાયલ, જાહેરમાં જ પૂછ્યું કે…

મુંબઈ: અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નવ્યા નવેલીએ થોડા સમય પહેલાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પબ્લિક કરી છે. નવ્યાએ હાલમાં જ પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે રેસ્ટોરાંમાં બેસીને હસતી જોવા મળી રહી છે. નવ્યાના આ ફોટો પર જાવેદ જાફરીના દિકરા મિઝાન જાફરીએ કોમેન્ટ કરી છે. જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે મિઝાન અને નવ્યા એકબીજાને સારા ફ્રેન્ડ્સ ગણાવે છે. હાલમાં જ મિઝાને એક ઇન્ટરવ્યૂમાં નવ્યા અંગે ઘણી બધી વાત કહી હતી.

નવ્યા નવેલીએ જે ફોટો શેર કર્યો છે તેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે સિલ્વર નેકલેસ પણ પહેર્યો છે. નવ્યાનો આ સુંદર ફોટો જોઈ તેમના કૉલ્ડ બોયફ્રેન્ડ મિઝાન જાફરી ખુદને કોમેન્ટ કરતા રોકી શક્યો નહીં.

મિઝાન જાફરીએ નવ્યાનાં ફોટો પર કોમેન્ટ કરતા કહ્યું, ‘વાવ, હું વિચારી રહ્યો છું કે આ ફોટો કોણે ક્લિક કર્યો છે.?’ જેના જવાબમાં નવ્યાએ તે કોમેન્ટમાં રસપ્રદ જવાબ આપતાં લખ્યું કે, ‘મારા પર્સનલ ફોટોગ્રાફરે.’

આ પહેલાં નવ્યાએ પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તે છત પર બેઠેલી જોવા મળી રહી હતી. જોકે આ ફોટોમાં નવ્યાએ જાણી જોઈને પોતાનો ચહેરો દેખાડ્યો નહતો. નવ્યાના આ ફોટો પર મિઝાન જાફરીએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘શું તમે પોતાનો ચહેરો દેખાડી શકો છો.?’ આ કોમેન્ટ્સ સાથે મિઝાને હાર્ટવાળુ ઈમોજી શેર કર્યું હતું.

જાવેદ જાફરીના દીકરા મિઝાનનું નામ ઘણીવાર નવ્યા સાથે જોડાયેલું રહ્યું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મિઝાને નવ્યા સાથે રિલેશનશિપ અને લગ્ન અંગે વાત કરી હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન મિઝાનને પૂછવામાં આવ્યું હતું કે, ‘જો તમારી પાસે ચોઈસ હોય મરવા, લગ્ન કરવા અને હુકઅપ કરવા માટે સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા અને અનન્યા પાંડે તો તમે કોને પસંદ કરશો?’ જેના જવાબમાં મિઝાને કહ્યું કે, ‘લગ્ન તો નવ્યા સાથે કરવા માંગીશ, હુકઅપ સારા અલી ખાન સાથે અને મરવાનું અનન્યા પાંડે સાથે ઇચ્છીશ.’

એટલું જ નહીં ઇન્ટરવ્યૂમાં મિઝાને નવ્યા સાથે પોતાનું નામ જોડાવા અંગે પણ વાત કરી હતી. મિઝાને કહ્યું કે, ‘હું કેમ સ્વીકારું જ્યારે કોઈ રિલેશનશિપ છે જ નહીં અમારી બંને વચ્ચે. ફ્રેન્ડશિપની પણ એક રિલેશનશિપ હોય છે. માત્ર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ અને ડેટિંગ જ રિલેશનશિપ હોતી નથી. જો અમે કોઈ જગ્યાએ સાથે દેખાઈએ તો એવો અર્થ જરા પણ નથી કે અમે એકબીજાને ડેટ કરી રહ્યાં છીએ.’

ઉલ્લેખનીય છે કે, નવ્યા નવેલી અને જાવેદ જાફરીના દિકરા મિઝાનનો મે 2008માં એક ફોટો વાયરલ થયો હતો. જેમાં બંને એક પાર્ટી દરમિયાન કોઝી જોવા મળ્યા હતા. આ પહેલા વર્ષ 2017માં જ્યારે બંને પાર્ટીથી પાછા ફરી રહ્યા હતા ત્યારે મિઝાન કારમાં પોતાનું મોઢું છુપાવતા જોવા મળ્યો હતો. ત્યારથી તેમના અફેરની ચર્ચા મીડિયામાં શરૂ થઈ હતી.

જોકે પછી એક ઇન્ટરવ્યૂમાં મિઝાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘અમે બધા એક જ ફ્રેન્ડ સર્કલમાં છીએ. તે મારી બહેનની સારી ફ્રેન્ડ છે અને મારી પણ ફ્રેન્ડ છે. હું કોઈ સાથે રિલેશનશિપમાં નથી.’

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા મે 2020માં ગ્રેજ્યુએટ થઇ હતી. ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર માહિતી આપતા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. અમિતાભ બચ્ચનને એમ પણ જણાવ્યું હતું કે, ‘કોરોના સંક્રમણને લીધે કોલેજમાં સેલિબ્રેશન કેન્સલ થયું હતું.’

નવ્યાના પિતા નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપમાં મેનેજિંગ ડિરેક્ટર છે. નવ્યાને પિયાનો વગાડવો ખૂબ જ પસંદ છે. થોડા વર્ષ પહેલા એક ફોટો સામે આવ્યો હતો. જેમાં નવ્યા પોતાના નાનાજી એટલે કે અમિતાભ બચ્ચનને પિયાનો બગાડીને બતાવી રહી હતી.’

નવ્યા એ વર્ષ 2016માં સેવન ઓક્સ સ્કૂલ, લંડનથી સ્કૂલિંગ પૂરું કર્યું છે. આ સ્કૂલમાં શાહરુખનો દિકરો આર્યન પણ હતો. સ્કૂલિંગ પછી તેણે હાયર એજ્યુકેશન માટે ન્યૂયોર્કની ફોર્ડહમ યુનિવર્સિટી જોઈન કરી હતી.

You cannot copy content of this page