Only Gujarat

Bollywood FEATURED

કોરોનાની વચ્ચે આદિત્ય નારાયણનો મર્સિડિઝ કારમાં નીકળ્યો વરઘોડો, હતો આવો માહોલ

સિંગર આદિત્ય નારાયણ જાન લઈને દુલ્હન શ્વેતા અગ્રવાલના ઘરે જવા રવાના થયા. આદિત્યની જાનની તસવીરો સામે આવી છે જેમાં દૂલ્હા સહિત પાપા ઉદિત નારાયણ અને આખો પરિવાર ઝૂમી રહ્યા છે.

આદિત્ય ક્રીમ કલરની શેરવાની, માથા પર પાઘડી, ગળામાં કુંદનની માળા પહેરીને હેન્ડસમ નજર આવી રહ્યા છે. આંખ પર તેણે યલો ગૉગલ્સ ચડાવી રાખ્યા છે.

કેટલીક તસવીરોમાં આદિત્ય માસ્ક પહેરેલા પણ નજર આવ્યા. જેવી ઢોલ-નગારાની ધુન પર સૌ નાચવા લાગ્યા કે તેણે માસ્ક ઉતારીને હાથમાં રાખી લીધો. આદિત્યની સિવાય અન્ય કેટલાક જાનૈયાઓ પણ માસ્કમાં જોવા મળ્યા.

આદિત્યના પિતા સિંગર ઉદિત નારાયણના ચહેરાની ખુશી પણ સાફ દેખાઈ રહી હતી. તેણે પણ દિકરા સાથે કદમ સાથે કદમ મિલાવીને ડાન્સ કર્યો.

લાઈટ ઑરેન્જ કલરની શેરવાનીમાં ઉદિત નારાયણ પણ કમાલના લાગી રહ્યા હતા. દિકરાના લગ્નની ખુશી અને ચહેરાની રોનક જ બતાવી રહી હતી.

આદિત્યની માતા દીપા નારાયણ પણ જાનમાં સામેલ હતા. પિંક સાડી અને લાઈટ જ્વેલરીમાં દીપા શાનદાર લાગી રહી હતી. કેટલાક ફોટોસમાં તે પતિ અને દિકરા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.

જણાવી દઈએ કે આદિત્ય અને તેની ગર્લફ્રેન્ડ સાથે આજે લગ્ન કર્યા. લગ્નથી અત્યાર સુધીમાં દુલ્હાની તસવીર સામે આવી છે. ચાહકો દુલ્હનના ફોટોની રાહ જોઈ રહ્યા છે.

લગ્નથી અત્યાર સુધીમાં દુલ્હાની તસવીર સામે આવી છે

લગ્નથી અત્યાર સુધીમાં દુલ્હાની તસવીર સામે આવી છે.

You cannot copy content of this page