Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મના સેટ પર રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે શાહરૂખે જે કર્યું તે જોઈ ચોંકી ગઈ હતી કાજોલ

બોલીવુડનું સૌથી રોમેન્ટિક અને સુપરહિટ જોડીયોમાંથી શાહરૂખ-કાજોલની જોડી છે. આ જોડીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. બંનેની સ્ક્રીન પરની કેમિસ્ટ્રી પણ ગજબ છે અને લોકો તેમને સાથે જોવાનું પસંદ કરે છે. કાજોલ અને શાહરૂખ ખાન પહેલી વાર ફિલ્મ ‘બાઝીગર’ માં દેખાયા હતા. જોકે, આ ફિલ્મના સેટ પર રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે શાહરૂખે કંઈક એવું કર્યું હતું જેને જોઈને કાજોલ પણ ચોંકી થઈ ગઈ હતી.

વાસ્તવમાં, ફિલ્મ ‘બાઝીગર’ માં શાહરૂખ અને કાજોલ વચ્ચે એક રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો. આ સીન દરમિયાન શાહરૂખે કાજોલને પિંચ કર્યુ હતુ. જે બાદ કાજોલ ચોંકી ગઈ હતી. શાહરૂખ અને કાજોલે આ અંગે કરણ જોહરના ચેટ શોમાં તેના વિશે જણાવ્યું હતું.

શાહરૂખ અને કાજોલ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખે કહ્યું કે તે આ ગીતનો એક સેંશુઅલ પાર્ટ હતો. ગીત હતું- ‘મેરા દિલ થા અકેલા મેને ખેલ એસા ખેલા’ અને કાજોલે તેમાં હાંફવાનું હતુ. તે તેવું કરી શકી નહીં કારણ કે તે ખૂબ જ વિચિત્ર હતું.

આ અંગે કાજોલ કહે છે – તે ખરેખર વિચિત્ર હતું અને હું તે કરી શકી નહીં. ટાઈમિંગ અથવા કંઈક બીજું ખોટું થઈ શકતુ હતુ. શાહરૂખે કહ્યું કે આ એવું કંઈક છે જે આપણે સામાન્ય રીતે કરતા નથી અને કાજોલ ક્યારેય એવો શોટ કરતી નથી જેને તેને સામાન્ય લાગતો નથી.

શાહરૂખના જણાવ્યા પ્રમાણે સરોજ ખાનજીએ આવીને મને ચુપચાપ કહ્યુ ‘તુ એને કંઈક એવું પિંચ-વિંચ કરી દે.’આ પછી શાહરૂખે સરોજ ખાનના કહેવા પર બરાબર તે જ કર્યું. તેણે શૂટિંગ દરમિયાન કાજોલને પિંચ કર્યુ હતુ, જેનાથી કાજોલને પણ આશ્ચર્ય થયું હતું. જો કે, તે પછી શોટ પરફેક્ટ થયો હતો. શાહરૂખના કહેવા પ્રમાણે તે સાંભળવામાં માત્ર ગંદુ લાગે છે પરંતુ વાસ્તવિકતામાં આવું બિલકુલ ન હતુ.

થોડા મહિના પહેલા, કાજોલે ઇન્સ્ટાગ્રામ પર ‘અસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે ચાહકોના વિચિત્ર પ્રશ્નોના જવાબો આપ્યા. આ સમય દરમિયાન, જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે, જો અજય દેવગન તેના જીવનમાં ન આવે તો શું તે શાહરૂખ ખાન સાથે લગ્ન કરે? આના પર કાજોલે જબરદસ્ત જવાબ આપ્યો અને કહ્યું, “તે માણસ પ્રપોઝ કરવાનો નથી”.

આ સાથે જ કાજોલને એક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે તે ફરીથી શાહરૂખ ખાન સાથે ક્યારે કામ કરશે? આ અંગે પ્રતિક્રિયા આપતાં કાજોલે કહ્યું કે આ મામલો ફક્ત શાહરૂખ ખાનને જ પૂછો.

જ્યારે એક ચાહકે કાજોલને પૂછ્યું કે, શાહરૂખ અને અજયમાંથી કોણ તેનો સારો કો-પાર્ટનર છે? તેના જવાબમાં તેણે લખ્યું, “પરિસ્થિતિ પર આધારીત છે.” શાહરૂખ સાથેના તેના બંધન અંગે કાજોલે કહ્યું, “જીવનકાળના મિત્રો”, તેણે શાહરૂખને પણ આઈકોનિક તરીકે ઓળખાવ્યો.

90 ના દાયકામાં શાહરૂખ અને કાજોલની જોડી ઘણી લોકપ્રિય હતી. ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કરણ અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ અને દિલવાલે બંનેની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી છે.

You cannot copy content of this page