Only Gujarat

FEATURED National

પત્ની જોડે ટ્રાન્સફર થઈ હોવા છતાંય દુઃખી છે આ પોલીસ, અમિતાભે કર્યો હતો ખાસ આગ્રહ

મધ્યપ્રદેશ મંદસૌરઃ થોડાં દિવસ પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં મધ્ય્રદેશના મંદસૌર જિલ્લામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ વિવેક પરમાર કેબીસીની હૉટ સીટ પર પહોંચ્યો હતો. જ્યાં તેમણે અમિતાભ બચ્ચનના 9 સવાલના સાચા જવાબ આપી 25 લાખ રૂપિયા જીત્યા હતાં. આ દરમિયાન વિવેકે પોતાની દર્દભરી કહાણી બિગબી સામે શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે પતિ-પત્ની બંને પોલીસમાં નોકરી કરીએ છીએ, પણ લગ્ન પછી અલગ-અલગ જિલ્લામાં અમારી તહેનાતી છે. એક સાથે ક્યારેય સમય વિતાવવાનો સમય જ મળતો નથી. કોન્સ્ટેબલની વાત સાંભળી અમિતાભ બચ્ચને મધ્યપ્રદેશ પોલીસ વિભાગને આગ્રહ કર્યો હતો કે, બંનેની એક જ શહેરમાં બદલી કરવામાં આવે. હવે 5 જાન્યુઆરીએ પત્ની પ્રીતીનું ટ્રાન્સફર ગ્વાલિયરનાં મંદસૌરમાં કરી દેવામાં આવ્યું છે, પણ પતિ બદલી થવા છતાં ઉદાસ છે. તે સાથે રહેવાથી ખુશ તો છે, પણ એક વાતને લીધે દુખી પણ છે.

મંદસૌરમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ વિવેક પરમાર ઇચ્છતો હતો કે, પત્નીની જગ્યાએ તેમની બદલી થઈ જાય. કેમ કે કોન્સ્ટેબલ ગ્વાલિયરમાં પોસાના ઘરે જઈ શકે. તેમણે જણાવ્યું કે, ‘અમિતાભ બચ્ચનના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને પોતાની પાસે બોલાવી લીધો હતો. જ્યા મને બદલી કરવા માટે પૂછવામાં આવ્યું તો મેં કહ્યું કે, સર મારી બદલી ગ્વાલિયર કરી દો. એટલું જ નહીં પત્નીને અધિકારીઓએ બોલાવી ત્યારે તેણે એ જ વાત કહી હતી. મને મારી બદલી થવાથી આશા હતી કે, હું મારા શહેરમાં પહોંચી જઈશ, પણ મારી જગ્યાએ પત્નીને જ મારી પાસે મોકલી દીધી. જોકે, અમે સાથે રહીને ખૂબ જ ખુશ છીએ, પણ ગ્વાલિયર બદલી થાત તો વધારે સારું હતું.’

કોન્સ્ટેબલ વિવેકે જણાવ્યું કે, ‘મારો પરિવાર રાજસ્થાનના ધૌલપુરમાં રહે છે. જ્યાં મારા માતા-પિતા, દાદા-દાદી છે. બધા ઘરડા થઈ ગયાં છે. એવામાં તેમને મારી જરૂર છે. ગ્વાલિયરથી ધૌલપુરથી લગભગ 100 કિલોમીટર દૂર છે. જો પરિવારમાં કોઈ મુશ્કેલી થાય તો બે ત્રણ કલાકમાં તેમની પાસે જઈ શકાય, પણ હવે પત્નીની બદલી મંદસૌર થઈ ગઈ છે. જેને લીધે હવે અમારું ઘર 600 કિલોમીટર દૂર થઈ ગયું છે. અહીંથી ત્યાં જવામાં આખા દિવસનો સમય લાગે છે. પોલીસ વિભાગમાં રજા પણ ક્યાં મળે છે.’

ઉલ્લેખનીય છે કે, ‘કૌન બનેગા કરોડપતિ’ માટે વિવેક પરમારે મે મહિનામાં એપ દ્વારા રજિસ્ટ્રેશન કર્યું હતું. સિલેક્ટ થયાં પછી તેમની એક ટેસ્ટ અને પછી વીડિયો શૂટ થયો હતો. વીડિયો શૂટ કરવા માટે કેબીસીની ટીમ મંદસૌર પહોંચી તો વિવેક ત્યાં એકલો મળ્યો હતો. તો કેબીસીની ટીમ તેમની પત્નીનો વીડિયો શૂટ કરવા માટે ગ્વાલિયર પણ પહોંચી હતી. હવે તે કેબીસીમાં પહોંચ્યો ત્યારે વિવેકને અમિતાભ બચ્ચને પૂછ્યું હતું કે, ’તમે કેટલાં વર્ષથી અલગ રહો છો?’ કોન્સ્ટેબલે કહ્યું કે, ‘સર સાડા ત્રણ વર્ષથી ડ્યૂટી પર છું, ત્યારથી અલગ રહું છું.’

મહિલા કોન્સ્ટેબલની બદલી ગ્વાલિયરથી મંદૌસર થતાં જ્યારે મીડિયાએ મંદસૌરના એસપી સિદ્ધાર્થ ચૌધરી સાથે વાત કરી તો, તેમણે કહ્યું કે, ‘બંનેએ એક જ જગ્યાએ પોસ્ટિંગ માંગી હતી. આ પછી બંને માટે બે જગ્યા ખાલી જોઈ, પણ ગ્વાલિયરમાં કોઈ જગ્યા ખાલી નહોતી, એવામાં મંદૌસરમાં જગ્યા હોવાથી મહિલા કોન્સ્ટેબલની બદલી કરવી યોગ્ય હતી.’

મહિલા કોન્સ્ટેબલની બદલી થયા પછી મંદસૌરના ધારાસભ્ય યશપાલ સિસૌદિયાએ સોશિયલ મીડિયા પર એમપી અને ડીજીપીને એક ચિઠ્ઠી લખી હતી.

You cannot copy content of this page