બોબી દેઓલ સાથે ઈન્ટિમેટ સીન કરતી વખતે આવી થઈ ગઈ હતી એક્ટ્રસની હાલત

મુંબઈઃ બોબી દેઓલ 52 વર્ષનો થઈ ગયો છે. 27 જાન્યુઆરી 1969માં જન્મેલા બોબી દેઓલ અત્યારે પોતાની વેબ સિરીઝ ‘આશ્રમ’ને લીધે ચર્ચામાં છે. વેબ સિરીઝ ‘આશ્રમ’માં બોબી દેઓલ તેમની કૉ-સ્ટાર ત્રિધા ચૌધરી સાથે જબરદસ્ત ઇન્ટિમેટ સીન આપે છે. આમ તો, બોબી દેઓલ મોટા સુપરસ્ટાર છે અને ત્રિધાને તેમની સાથે આવો સીન ફિલ્માવવો સરળ નહોતો. ઇન્ટિમેટ સીન ફિલ્માવતી વખતે ત્રિધા ચૌધરીની હાલત કેવી હતી?, તે અંગે ખુદ એક્ટ્રસે ખુલાસો કર્યો હતો. ત્રિધાએ જણાવ્યા મુજબ, ‘લોકોને લાગતું હતું કે જ્યારે આ સીન શૂટ થયો છે તે પડદા પર થઈ રહ્યું છે, ખરેખર એવું નહોતું થયું, આવું બિલકુલ થયું નહોતું.’

ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે બોબી દેઓલે તેમની ખૂબ જ મદદ કરી હતી. તેમણે શૂટિંગ પહેલાં સારો માહોલ આપ્યો હતો. જેને લીધે મારી બધી નર્વસનેસ દૂર થઈ ગઈ હતી.’ ત્રિધા ચૌધરી અને બોબી દેઓલની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ છે.

ત્રિધા ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આશ્રમના ડિરેક્ટર પ્રકાશ ઝાએ ખુદ આ વેબ સિરીઝની ઑફર કરી હતી. પ્રકાશ ઝાએ તેમની પ્રોફાઇલ જોઈ હતી, આ પછી તેમણે ત્રિધા સાથે વાત કરી હતી.’

ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ આશ્રમ માટે ઑડિશન આપ્યું હતું. પ્રકાશ ઝાએ ત્રિધાની પ્રોફાઇલ પસંદ આવી હતી. જેને લીધે તેમને વેબ સિરીઝમાં કામ કરવાની તક મળી હતી. ત્રિધા ચૌધરી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતને પોતાની આઇડલ માને છે અને તેમની જેમ ફિલ્મની દુનિયામાં નામ કમાવવા માગે છે.

ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘બોલ્ડ સીન કરવાથી તેમને કોઈ વાંધો નથી, પણ તે બ્રાન્ડ અને બેનર જોઈ કોઈ સાથે કામ કરે છે.’ ત્રિધાએ કહ્યું હતું કે, ‘તે જોવે છે કે, ફિલ્મ અથવા શૉ કોણ ડિરેક્ટ કરે છે. તેમના કૉ-સ્ટારનો નેચર કેવો છે.’ ત્રિધા મુજબ, ‘મને ખબર છે કે, બધું કહાણીનો ભાગ છે. હું તો બસ મારી જૉબ કરી રહી છું. મેકર્સે મને આ માટે રૂપિયા આપે છે.’

ત્રિધા મુજબ, ‘કેટલાક લોકોએ વેબ સિરીઝ આશ્રમના બોલ્ડ સીન પસંદ કર્યા તો કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો.’ ત્રિધાનું કહેવું છે કે, ‘હું તો એવું જ કહીશ એકવાર ખુદ કેમેરાની સામે આવો. સમજો કામ કઈ રીતે થાય છે. આ પછી કોઈની આલોચના કરજો.’

પશ્ચિમ બંગાળની ત્રિધાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’ થી કરી હતી. તો ટીવીની દુનિયામાં ત્રિધાએ વર્ષ 2016માં સ્ટાર પ્લેની સિરિયલ ‘દહલીઝ’થી ડેબ્યુ કર્યું હતું.

વર્ષ 2017માં ત્રિધાએ આરિફ જકારિયા સાથે પોતાની પહેલી વેબ સિરીઝ ‘સ્પૉટલાઇટ’ કરી હતી. પોતાની સુંદર અદાઓ અને એક્ટિંગ માટે ત્રિધા ચૌઝરી ‘કોલકાતા ટાઇમ્સ ફ્રેશ ફેસ’ એવૉર્ડ જીતી ચૂકી છે. ગયા વર્ષે ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ ‘આશ્રમ’ ઉપરાંત એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ’માં પણ કામ કર્યું હતું.

ત્રિધા ચૌધરીએ પહેલીવાર કોઈ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા છે એવું નથી. વેબ સિરીઝ ‘આશ્રમ’ પહેલાં ‘સ્પૉટલાઇટ’માં ત્રિધા ચૌધરીના બેડરૂમ સીન ખૂબ જ વાઇરલ થયાં હતાં. વેબ સિરીઝ અને બંગાળી ફિલ્મો ઉપરાંત ત્રિધા ચૌધરીએ તેલુગૂ ફિલ્મમાં પણ કામ કર્યું છે. ‘સૂર્યા vs સૂર્યા’ અને ‘મનસુકુ નાચિંદી’ તેલુગૂ ભાષામાં તેમની ખાસ ફિલ્મો રહી છે.

ત્રિધા ચૌધરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા સમયમાં રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. જેમાં તેમની સાથે વાણી કપૂર, રોનિત રૉય અને ઇરાવતી હર્શે પણ કામ કરી રહ્યા છે.

You cannot copy content of this page