Only Gujarat

FEATURED National

ઘરમાં બે ટંક ભોજનના પણ ફાંફા, મજૂરને મળી હીરાથી ભરેલી બેગ પણ ઈમાનદારી એવી કે સાચા માલિકને આપ્યો થેલો

રાજેશ રાઠોડ નામના એક કારીગરને 9 લાખ રૂપિયાનું હીરા ભરેલા એક પેકેટ રોડ પર મળ્યું. લોકડાઉનમાં આર્થિક તંગી સામે લડી રહેલા રાજેશ માટે આ પૈસા ઘણી મુશ્કેલી હલ કરી શકતા હતા. જો કે તેમની ઇમાનદારી સામે પૈસાની લાલચ હારી ગઇ. તેમણે ચાર દિવસની અંદર આ પેકેટ માલિક સુધી પહોંચાડ્યું.

તે હાલ સુરતના કતારગામ હીરા યુનિટમાં દર મહિને લગભગ 8,000 રૂપિયાથી 10,000 કમાય છે. લોકડાઉનમાં તેમની કમાણી 6 હજાર રૂપિયા ઓછી થઇ ગઇ હતી. TOIની રિપોર્ટ મુજબ 25 સપ્ટેમ્બરે રાજેશ તેમના ઘરથી મીની બજાર જઇ રહ્યાં હતા. આ સમયે તેમને રસ્તામાં એક હીરાનું બેગ જોયું.

આ બેગ મળતાં જ તેમણે પહેલા તો એ ખ્યાલ આવ્યો કે, 30 કેરેટના આ ચમકતા હીરા વેચીને તે ઘરની આર્થિક તંગીને દૂર કરીને બે બાળકો અને પરિવારને બચાવી લેશે.

તેમણે TOI સાથે વાત કરતા જણાવ્યું કે. તે માત્ર પેકેટ પર લખેલા હીરાના ટૂકડાંના વજન અને સંખ્યા જોઇ શકતો હતો. મેં તરત જ મારા સહયોગીને સંપર્ક કર્યો. તેમણે મને જણાવ્યું કે, તેને સંભાળીને રાખો. પહેલા દિવસે તેમણે તેને રાખવાનો નિર્ણય કર્યો. આખી રાત તે તેના વિશે વિચારતો રહ્યો. જો કે બીજા જ દિવસે તેમણે વિચાર કર્યો કે., તે પેકેટ તે તેમના માલિકને પરત કરી દેશે. 28 સપ્ટેમ્બરે રાજેશને એક વ્યક્તિનો ફોન આવ્યો. જેને ખુદ પેકેટનો માલિક હોવાનું જણાવ્યું.

માલિકે જણાવ્યું કે, રૂમાલને બહાર કાઢતા ખિસ્સામાંથી આ પોકેટ રોડ પર પડી ગયું હતું. વિરદિયાએ જણાવ્યું કે, હું રાજેશની ઇમાનદીરીથી ખૂબ જ પ્રભાવિત થચો છુ. જો આ પોકેટ મને પરત ન મળતા તો મારે માલિકને 9 લાખ રૂપિયા ચૂકવવા પડત.

You cannot copy content of this page