Only Gujarat

Bollywood

કઈ જાણીતી અભિનેત્રીની પૌત્રી શોર્ટ ફ્રોકમાં જોવા મળી? લોકોએ કેવી-કેવી કરી કોમેન્ટ્સ, જાણો

મુંબઈ: પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી આલિયા ફર્નિચરવાલા જ સૈફ અલી ખાનની સાથે ફિલ્મ ‘જવાની જાનેમન’માં ડેબ્યૂ કરી રહી છે. સોશિયલ મીડિયામાં આલિયાનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં આલિયાને જોઈને ચાહકોએ તેની જોરદાર મજાક ઉડાવી હતી. એક ચાહકે લખ્યું હતું કે, આ નાનપણનો ડ્રેસ અત્યારે શું કરવા પહેર્યો? તમને જણાવી દઈએ કે, આલિયા ફિલ્મના પ્રમોશન સમયે આ ડ્રેસ પહેર્યો હતો.

પૂજા બેદી અને ફરહાન ઈબ્રાહિમ ફર્નિચરવાલાની પુત્રી આલિયાનો જન્મ 1997માં થયો હતો. પૂજા અને ફરહાનના તલાક 2003માં થયા હતાં. ત્યાર બાદ ફરહાને ફરદીન ખાનની બહેન લૈલા ખાન સાથે 2010માં લગ્ન કર્યાં હતાં. આલિયા 2017માં ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી ગ્રેજ્યુએશન કમ્પલિટ કર્યું છે.

ફિલ્મ ‘મલંગ’ના પ્રમોશન દરમિયાન આદિત્ય રોય કપૂરની સાથે દિશા પટણી શોર્ટ્સ ડ્રેસમાં જોવા મળી હતી. જે તસવીર સોશિયલ મીડયામાં બહુ જ વાયરલ થઈ હતી.

જિમની બહાર ચાહકોને જોઈને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું રિએક્શન કંઈક અલગ જ હોય છે. સારાને જોવા જિમની બહાર રોજ ચાહકોની ભીડ જોવા મળે છે.

જિમની બહાર હોટ અભિનેત્રી મલાઈકા અરોરાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો. જે તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મલાઈકા અરોરા જિમની બહાર ઘણીવાર હોટ અંદાજમાં જોવા મળે છે.

રેસ્ટોરન્ટની બહાર અનિલ કપૂરનો ભાઈ સંજય કપૂર પત્ની મહીપ સાથે જોવા મળ્યો હતો.

ફિલ્મ જવાની જાનેમનના પ્રમોશન દરમિયાન આલિયા ફર્નિચરવાલા અને સૈફ અલી ખાન સાથે જોવા મળ્યાં હતાં. જેની તસવીર હોલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page