Only Gujarat

FEATURED National

કુવૈતમાં ભારતીયનું કોરોનાથી થયું મોત, પરિવારજનો પણ ન જોઈ શક્યા છેલ્લી ઝલક

કોરોના વાયરસે એવો તે કહેર મચાવ્યો છે કે મૃતકના પરિવારજનો જીવનભર આ ઘટના યાદ રાખશે. કારણ કે કોરોના વાયરસથી મૃત્યુ થયા બાદ મૃતકના પરિવારજનોને પણ અંતિમ દર્શન માટે જઇ શકતાં નથી. આવી જ એક ઘટના રાજસ્થાનમાં જોવા મળી છે. અહીં બુધવાર 29 તારીખે ડુંગરપુરના સીમલવાડા કસ્બામાં 15 વર્ષથી કુવૈતમાં વ્યવસાય કરતાં હોટેલ વ્યાપારી 56 વર્ષિય દિલીપ કલાલનું મૃત્યુ થઇ ગયું. બે દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો આથી તેઓને કુવૈતમાં જ દફનાવવામાં આવ્યા. અહીં રાજસ્થાનમાં દિલીપ કલાલના પરિવારજનોએ તેમના જૂના કપડાથી મૃતદેહ બનાવ્યો અને અંતિમ સંસ્કાર કર્યા હતા.

સીમલવાડામાં રહેતા દિલીપને તાવ આવતાં કુવૈતના અમીરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 15-20 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આ તરફ મૃતકની પત્ની, પુત્ર-પુત્રવધુ સહિત પરિવારજનોની ચિંતા વધી રહી હતી. છેલ્લે દિલીપ કલાલના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાયો હતો.

વિદેશમાં કોરોનાના લીધે મૃત્યુ બાદ દિલીપ કલાલનો મૃતદેહ ભારત લાવી શકાય તેમ ન હતો. આથી કુવૈતમાં જ દફનવિધિ કરવામાં આવી. ભારતમાં તેમના પરિવારજનોને દુઃખ હતું કે તેઓ ઘરના મોભીના અંતિમ સંસ્કાર રીતિ રિવાજ પ્રમાણે કરી શક્યા નહીં. આ દરમિયાન વડીલોએ સાંકેતિક રૂપથી અંતિમ સંસ્કાર કરવાની સલાહ આપી. આવું કરવાથી પરિવારજનોને આશ્વાસન તો મળે અને સળગાવ્યા બાદ લાકડા એકત્ર આગ લગાવવાની પરંપરા નીભાવી શકાય.

પરિવારજનોએ મૃતક દિલીપ કલાલનો ફોટો તૈયાર કરાવ્યો. બપોરે એક વાગ્યે મૃતકના જૂના કપડામાં ઘાસ ભરી સાંકેતિક પુતળું બનાવ્યું. તેના પર સાફો પણ પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ પિકઅપ વાહનના માધ્યમથી વિધિવત રીતે શબયાત્રા કાઢવામાં આવી. જે સીમલવાડાથી સાકરસી રોડ સ્થિત શ્મશાન ઘાટ પહોંચી. અંતિમ સંસ્કાર દરમિયાન 8-10 લોકો જ હતા.

મૃતક દિલીપ કલાલના મૃતદેહને કુવૈતમાં નિર્ધારિત સ્થાન પર એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો. અહીં હોટેલ સ્ટાફ તથા અન્ય લોકોએ શબને દફનાવ્યા. જેનો એક મિનિટ 44 સેકન્ડનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો. મૃતક દિલીપ કલાલના એક પુત્ર-પુત્રી છે બંનેના લગ્ન થઇ ચૂક્યા છે. મૃતકના મોટા ભાઇનો દિકરી તથા તેની પત્ની કુવૈતમાં જ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page