Only Gujarat

FEATURED International

અનોખી પ્રેમ કહાની: કોરોનાથી પત્નીનું મોત થયા બાદ પતિએ પણ ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું

તમે પતિ-પત્નીના પ્રેમની અનેક ઉદાહરણ સાંભળ્યા હશે. આવી જ એક અનોખા પ્રેમની કહાની સામે આવી છે. બન્યું એવું કે પત્નીનું કોરોના પોઝિટિવ હોવાને કારણે મૃત્યુ થયું હતું. જેવા મોતના સમાચાર તેના પતિને મળતાં જ તેણે પણ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યો હતો અને પત્નીના મૃત્યુના પાંચ કલાક બાદ તે પણ ભગવાન પાસે ચાલી ગયો હતો.

રિપોર્ટ પ્રમાણે આ ઘટના ઇંગ્લેન્ડના સાઉથહેંપટનની છે. 90 વર્ષિય બિલ ડાર્ટનલ અને તેની 81 વર્ષિય પત્ની મેરી સાથે રહેતા હતા. આ દરમિયાન ગત સપ્તાહે તેની પત્ની મેરી કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા તેણીને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

મેરીને હોસ્પિટલ લઇ જવાના થોડા જ કલાકો બાદ બિલની તબિયત ખરાબ થઇ ગઇ. બાદમાં તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બીલ અને મેરીને બે પુત્રી રોજમેરી અને એન છે. રોજમેરીએ જણાવ્યું કે જેવા તેના પિતાને માતા મેરીના મૃત્યુના સમાચાર મળ્યા કે તેઓએ પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી નાખ્યું. તેઓ જણાવે છે કે તે માતા વગર જીવવા ઇચ્છતા ન હતા.

રોજમેરીએ જણાવ્યું કે તેમના પરિતા ઉંઘમાં જ દુનિયાને અલવીદા કરી ગયા. આ બધુ તેમની માતા મેરીના મૃત્યુના પાંચ કલાક બાદ થયું. ઉલ્લેખનીય છે કે મેરી અને બીલના લગ્ન 1950માં થયા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page