Only Gujarat

National

ટ્યુશન ટીચર સાથે ભત્રીજીના બંધાયા આડા સંબંધ પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

બેગુસરાય જિલ્લાના બખરી પોલીસ સ્ટેશનના કરેયટાંર ગામમાં રહેતા 22 વર્ષિય મિથિલેશ કુમારની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિથિલેશની હત્યા તેની ભત્રીજીએ પોતાના પ્રેમી અને તેના સાથીઓ સાથે મળી કરવામાં આવી હતી. ડીએસપી કુંદન કુમાર સિંહે જણાવ્યું કે મિથિલેશની હત્યા આડાસંબંધના વિરોધ કરવાને કારણે થઇ છે. (Demo Pics)

હત્યાના કેસમાં પોલીસે મૃતક મિથિલેશનની ભત્રીજી, તેની પ્રેમી અને ટ્યુશન ટીચર અમૃત કુમાર અને અમૃતના બે સાથી ધર્મવીર કુમાર અને નીતીશની ધરપકડ કરવામાં આવી છે. મિથિલેશનો મૃતદેહ 26 એપ્રિલે એક ખેતરમાંથી મળી આવ્યો હતો. (Demo Pics)

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હત્યાના દિવસે યુવતીએ જ પોતાના કાકા મિથિલેસને ફોન કરી સુલ્તાની બહિયાર સ્થિત મકાઇના ખેતરમાં બોલાવ્યા હતા. અહીં પહેલાથી જ ઘાટ લગાવી યુવતીની સાથે અમૃત અને અન્ય બે સાથી ધર્મવીર અને નીતીશ પાસવાને મિથિલેશને ગળામાં ગમછો નાખી તેને ખેંચી મકાઇના ખેતરમાં લઇ ગયા. બાદમાં ચારેયે સાથે મળી ગળું દબાવી નિર્મમ હત્યા કરી હતી. ઘટનાની તપાસ માટે એસડીપીઓ ઓમપ્રકાશના નેતૃત્વમાં રચાયેલી ટીમમાં ઇંસ્પેક્ટર સહિતનો કાફલો સામેલ હતો. (Demo Pics)

યુવક મિથિલેશના મોબાઇલ પર ગયેલી અંતિમ કોલની મદદથી પોલીસ આરોપી ભત્રિજી સુધી પહોંચી શકી હતી. બાદમાં ભત્રિજીની પુછપરછ બાદ સમગ્ર હકિકત સામે આવી ગઇ હતી. બાદમાં પોલીસે તેના પ્રેમી અમૃત અને તેના સાથીને ઉઠાવ્યા. હત્યારાની ઓળખ માટે મૃતક મિથિલેશના મોબાઇલ અને ગમછો વાંસવાડીમાં માટી નીચે દબાયેલા મળી આવ્યા. પોલીસ પકડથી બચવા હત્યારાઓએ મૃતકના મોબાઇલ અને સિમ કાર્ડને તોડી નાખ્યા હતા બાદમાં પોલીસ દ્વારા તેને જપ્ત પણ કરવામાં આવ્યા છે. (Demo Pics)

પોલીસ સ્ટેશન અધ્યક્ષે જણાવ્યું કે ચારેય હત્યારાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મૃતકની સગિર ભત્રિજીને ગામમાં લાલો મહતોના પુત્ર અમૃત કુમાર ટ્યુશન કરાવતો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રસંગ પાંગર્યો જે ધીમે ધીમે આડા સંબંધમાં ફેરવાઇ ગયો. આ વાતની જાણ બંને પક્ષના પરિવારજનોને પણ હતી. આ તરફ મિથિલેશ જ્યારે હરિયાણાથી ઘરે આવ્યો તો આ આડા સંબંધની જાણકારી તેને થઇ. બદનામીના ડરના કારણે તેણે મામલામાં હસ્તક્ષેપ કરી ભત્રિજીનું ટ્યુશન બંધ કરાવ્યું. આ વાત ભત્રિજી અને તેના પ્રેમી શિક્ષકને ન ગમી અને બાદમાં તેઓએ મિથિલેશની હત્યા કરી. (Demo Pics)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page