Only Gujarat

National TOP STORIES

મુંબઇમાં કેવી રીતે કંટ્રોલમાં આવશે કોરોના? આ તસવીરો જોઈને તમને શું લાગે છે?

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલુ છે અને અહીં 80 હજારથી વધુ પોઝિટિવ કેસ અત્યારસુધીમાં આવી ગયા છે. જો કે હવે લોકડાઉનમાં ઘણી બધી છૂટ આપી દેવામાં આવી છે. આ દરમિયાન મુંબઇના સૌથી લોકપ્રિય હેંગઆઉ્ટસમાં એક મરીન ડ્રાઇવ પર ફરી એકવાર લોકો જોવા મળ્યા છે. રવિવારે પણ મરીન ડ્રાઇવ પર લોકો પહોંચ્યા. આ દરમિયાન લોકો માસ્ક તો લગાવ્યું હતું પરંતુ સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવ્યું ન હતું.

મહારાષ્ટ્ર સરકારે હવે દરિયાકાંઠે સવારે 5 વાગ્યાથી રાતે 7 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાની મંજુરી આપી દીધી છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. ગુરુવાર રાતથી જ મરીન ડ્રાઇવ પર લોકોનું આવનજાવન શરૂ થઇ ગયું છે. લોકો કસરત, જોગિંગ અને લટાર મારતા નજર આવી રહ્યાં છે.

આ દરમિયાન લોકો માસ્ક પહેરેલા તો દેખાયા પરંતુ અહીં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરતાં ન હતા. સ્થિતિ એવી છે કે મુંબઇમાં કોરોના સંક્રમણના કેસ ખુબ સામે આવી રહ્યાં છે. મુંબઇમાં અત્યારસુધીમાં 48774 દર્દી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. સાથે જ અત્યારસુધીમાં 1638 લોકોનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થઇ ચૂક્યું છે.

મરીન ડ્રાઇવ પર મુંબઇ પોલીસની સાથે કેન્દ્રીય ઉદ્યોગિક સુરક્ષાદળ પણ તહેનાત કરવામાં આવ્યા છે. શરૂઆતમાં આ જવાન લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપતા દેખાઇ રહ્યાં છે. પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલતા દેખાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગાઇડલાઇન્સ પ્રમાણે મરીન ડ્રાઇવ પર લોકો ચાલી શકે છે, જોગિંગ કરી શકે છે. કસરત કરી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે. પરંતુ આ બધુ કરવાની સાથે કોરોના પ્રોટોકોલ અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

સોશિયલ ડિસ્ટેન્સિંગની ઐસી તૈસી: કોરોના જેવું કશું છે જ નહીં તેમ મુંબઈવાસીઓ મરીન ડ્રાઈવ પર લટાર મારવા નીકળી પડ્યા

You cannot copy content of this page