Only Gujarat

National TOP STORIES

લોકડાઉનમાં ખોટું આધાર કાર્ડ બનાવી બન્યા પતિ-પત્ની ને ભાડાના મકાનમાં ચલાવતાં હતાં ખરાબ ધંધો

ભાગલપુર (બિહાર): પોલીસે આદમપુરના એક રેસિડેન્સિયલ વિસ્તારમાં રેડ પાડી હતી. જેના કારણે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. પોલીસે સેક્સ રેકેટ ચલાવનારી મહિલા અને તેના પુરુષ સાથીની ધરપકડ કરી હતી, જેઓ ફેક આધાર કાર્ડ બનાવી પતિ-પત્ની બનીને ભાડાના ઘરમાં રહેતા હતા. જે પછી આ ઘરનો ઉપયોગ તેઓ સેક્સ રેકેટ ચલાવવા માટે કરવા લાગ્યા.

પોલીસને સૂચના મળી હતી કે, શહેરની વચ્ચોવચ લૉકડાઉનમાં પણ સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સિટી ડીએસપીના નેતૃત્ત્વમાં જોગસર પોલીસ સ્ટેશનની ટીમે રેડ પાડી હતી અને ઘણા લોકોની આપત્તિજનક સ્થિતિમાં ધરપકડ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે, જે ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું તેને માર્ચ મહિનામાં એક વ્યક્તિએ ભાડા પર લીધું હતું. તે અને તેની સાથે રહતી મહિલા પોતાને પતિ-પત્ની તરીકે ઓળખાવતા.

પોલીસે કહ્યું કે, બંનેએ ફેક આધાર કાર્ડ બનાવી પતિ-પત્ની તરીકે ઘર ભાડે લીધું હતું. જ્યારે મકાન માલિકે માર્ચ મહિનામાં પોતાનું ઘર ભાડે આપ્યું હોવાનું પોલીસને જણાવ્યું. ઘરની માલિકી ધરાવતી મહિલાએ કહ્યું કે, તે ઘરને ભાડે આપી દિલ્હી જતી રહી હતી અને તે અમુક દિવસ અગાઉ જ ઘરે પરત આવી છે, તેથી તેને અહીં થતા કામ અંગે કોઈ માહિતી જ નહોતી.

સિટી ડીએસપી રાજવંશ સિંહે કહ્યું કે, હાલ તપાસ ચાલી રહી છે અને ટૂંકસમયમાં આ અંગે વધુ માહિતી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page