Only Gujarat

National TOP STORIES

બિઝનેસમેન લક્ઝૂરિયસ કાર્સ છોડીને બળદગાડામાં પહોંચ્યો ફેક્ટરી, કારણ જાણીને લાગશે નવાઈ

ઈન્દોર: લૉકડાઉનમાં એક તરફ હજારો કિલોમીટર પગપાળા ઘરે જતા મજૂરોની તસવીરો સામે આવી હતી, આ દરમિયાન ઈન્દોરમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. જ્યાં કરોડપતિ બિઝનેસમેન બીએમડબ્લ્યૂ અન ઑડી જેવી કારને છોડી બળદગાડામાં ફેક્ટ્રી પહોંચ્યા હતા. જે અત્યાર સુધી લક્ઝુરિયસ કારમાં પોતાની ઓફિસ પહોંચતા હતા તે આજે બળદગાડીમાં બેસીને જતા જોવા મળ્યા તેના કારણે સૌને આશ્ચર્ય થયું.

વાસ્તવમાં આ અનોખી ઘટના ઈન્દોર શહેરના પાલદા ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં શનિવારે જોવા મળી હતી. જ્યાંના બિઝનેસમેન ખાડા અને કાદવવાળા ખરાબ રોડનો વિરોધ કરી રહ્યાં હતા. આ અંગે વિરોધ કરવા તેઓ બળદગાડામાં બેસી ફેક્ટ્રી પહોંચ્યા હતા.

બિઝનેસમેન આ સમયે પોતાની સાથે લેપટોપ અને આઈફોન પણ લઈને નીકળ્યા હતા. આ ઉપરાંત તેઓ બળદગાડું આગળ હંકારતા પણ જોવા મળ્યા. આ અનાખો વિરોધમાં ઔધોગિક સંગઠનના પ્રમુખ પ્રમોદ જૈન, સેક્રેટરી હરીશ નાગર, રમેશ પટેલ સામેલ થયા હતા.

આ વિસ્તારના બિઝનેસમેન છેલ્લા 9 વર્ષથી સારા રોડ બનાવવાની માગ કરી રહ્યાં હતા પરંતુ અત્યારસુધી સારા રોડની સુવિધા તેમને મળી નથી. છેલ્લા 2-3 વર્ષમાં વરસાદના કારણે અહીંના રોડની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે.

બિઝનેસમેનના બળદગાડા પર ફેક્ટ્રીએ પહોંચ્યા બાદ તેમની લક્ઝુરિયસ કાર તેમના ડ્રાઈવર લઈને પહોંચ્યા હતા.

You cannot copy content of this page