Only Gujarat

National

નવમા ધોરણથી ચાલતું હતું ચક્કર, પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ પ્રેમીના નામની મહેંદી પણ મૂકી

પ્રેમમાં પાગલ વ્યક્તિને સારાનરસાનું ભાન રહેતું નથી. કહેવાય છે કે ને પ્રેમ કરનાર વ્યક્તિ અંધ બની જતી હોય છે. તે પરિવાર કે પોતાના વિષે વિચાર કરતી નથી. આવું જ કંઈક માત્ર 22 વર્ષીય યુવતીએ કર્યું હતું. તે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારથી એક છોકરાના પ્રેમમાં પાગલી હતી. છોકરો પણ છોકરીને પ્રેમ કરતો હતો. જોકે, તેમની લવ સ્ટોરીમાં છોકરાનો પરિવાર વિલન બન્યો અને અંતે છોકરીએ માત્ર 22 વર્ષની ઉંમરમાં એવું પગલું ભર્યું કે તેનો પરિવાર માથે હાથ મૂકીને રડી રહ્યો છે.

શું કર્યું છોકરીએ? મધ્યપ્રદેશના શિવપુરીમાં સંજય કોલોનીમાં રહેતી રેણુ રાઠોડના પિતા રામસ્વરૂપે કહ્યું હતું કે તેમની દીકરીનું આઠ વર્ષ પહેલાં એટલે કે તે 14 વર્ષની હતી (નવમામાં ભણતી હતી) ત્યારથી કપિલ નામના છોકરા સાથે અફેર હતું. બંને પરિવારને આ સંબંધ અંગે જાણ હતી. તેમણે દીકરીને કપિલ સાથેના સંબંધો તોડવાનું અનેકવાર કહ્યું હતું. જોકે, તેમની દીકરી કપિલના પ્રેમમાં પાગલ હતી.

કપિલ સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતીઃ પિતાએ રડતાં રડતાં કહ્યું હતું કે તેને અનેકવાર સમજાવી હતી, પરંતુ તેની તો બસ એક જ જીદ હતી કે તે માત્રને માત્ર કપિલ સાથે જ લગ્ન કરશે. તેની જીદ આગળ તેઓ હારી ગયા હતા. તેમણે કપિલના ભાઈ તથા પિતા સાથે વાત કરી હતી. જોકે, તેઓ નાત-જાતમાં માનતા હોવાથી લગ્ન માટે તૈયાર થયા નહોતા. તેમણે એવી ધમકી આપી હતી કે જો તમારી દીકરી લગ્ન કરીને આ ઘરમાં આવી તો તેને મારી નાખશે અથવા તો દીકરાનો જીવ લઈ લેશે. તેઓ સમાજના બંધનમાં એ હદે બંધાયેલા હતા કે તેઓ દીકરાના લગ્ન કરાવવા તૈયાર નહોતા.

કપિલના નામની મહેંદી મૂકીઃ પિતાએ વધુમાં કહ્યું હતું કે કપિલ તથા રેણુએ ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો. બંને શુક્રવાર (3 જૂન)ના રોજ લગ્ન કરવાના હતા. આથી જ તેમની દીકરીએ બીજી જૂનની રાત્રે હાથમાં મહેંદી લગાવી હતી. તે દીકરીની મહેંદી લગાવતા જોઈને સૂઈ ગયા હતા. 3 જૂનના રોજ કપિલ દીકરીને લેવા ના આવ્યો. તેમણે એકાદ-બે દિવસ બાદ લગ્ન કરવાનું કહીને વાત ટાળી દીધી હતી. દીકરીની માતાએ એવી સલાહ આપી હતી કે એકાદ-બે દિવસ બાદ આવે ત્યારે જતી રહેજે. કપિલની રાહ જોતી તેમની દીકરી આ વાતથી ઘણી જ દુઃખી થઈ હતી. કપિલે જે રીતે લગ્નની વાત ટાળી દીધી તેનાથી આઘાત પહોંચ્યો હતો. તેણે ઘરમાં બનેલી દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

બંને બહેનો ઘરમાં હતી
રામસ્વરૂપે કહ્યું હતું કે તે તથા તેમની પત્ની કોઈ કામથી ઘરની બહાર ગયા હતા. ઘરમાં ત્રણ દીકરીઓ એકલી જ હતી. આ સમયે રેણુએ એકલતાનો લાભ લઈને ઘરમાં બનેલી દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

You cannot copy content of this page