Only Gujarat

National TOP STORIES

બે બાળકોની માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યાં ચર્ચાના પાદરી પછી…..

ઈડુક્કી: કેરળના ઈડુક્કીમાં એક ચર્ચના પાદરી 2 બાળકોની માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. આ ઘટના કટપ્પના વેલ્લાયમકુડી કેથલિક ચર્ચનો છે. પાદરી જેમ્સ મંગલેશ્વરીએ પોતાનો ફોન રિપેર કરાવવા આપ્યો હતો, તે પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. કેરળમાં તાજેતરમાં જ ચર્ચોમાંથી એક પછી એક સેક્સ સ્કેન્ડલ સામે આવી રહ્યાં છે. એવામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ચર્ચ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
વીડિયો વાઈરલ થયા બાદ ઈડુક્કી ચર્ચ દ્વારા પાદરી જેમ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા. સૂત્રો અનુસાર, આ ઘટના માર્ચની છે અને ચર્ચના પાદરી પર કાર્યવાહી 24 માર્ચે કરવામાં આવી હતી. જોકે આ મામલે ચર્ચ દ્વારા શુક્રવારે જ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

ચર્ચ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
વીડિયો વાઈરલ થયા બાદ ઈડુક્કી ચર્ચ દ્વારા પાદરી જેમ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા. સૂત્રો અનુસાર, આ ઘટના માર્ચની છે અને ચર્ચના પાદરી પર કાર્યવાહી 24 માર્ચે કરવામાં આવી હતી. જોકે આ મામલે ચર્ચ દ્વારા શુક્રવારે જ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.


આવી ઘટનાઓથી લોકોનો ચર્ચ પ્રત્યેનો વિશ્વાસ ઘટશે
કોથામંગલમના સેન્ટ પિઅસ એક્સ ચર્ચના પૂર્વ ટ્રસ્ટી જેબી કુરુવિથાદમે કહ્યું- ‘આ ઘટના ચોંકાવનારી છે. અમે પાદરીઓને ઈશ્વર તરીકે જોતા હોઈએ છીએ. અમે તેમને આવી ઘટનાઓમાં સંડોવાતા ના જોઈ શકીએ. આવા લોકો વિરુદ્ધ ચર્ચે કાર્યવાહી કરવી જોઈએ.’

અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી…
જાલંધરમાં કેરળની 2 નન સાથે પાદરી ફ્રેન્કો મુલક્કલે યૌન શોષણ કર્યું. મુલક્કલ આ મામલે જામીન પર બહાર છે. નન પર 2014 થી 2016 સુધી યૌન શોષણ ચાલતુ રહ્યું. આ મામલે બીજી નન દ્વારા પણ પોલીસ સમક્ષ નિવેદન આપવામાં આવ્યું. તે આ મામલે 14મી સાક્ષી હતી. નને પોલીસને કહ્યું કે- પૂર્વ પાદરી વીડિયો કોલ થકી આપત્તિજનક વાતો કરતા હતા. મુલક્કમ રોમ કેથોલિક ચર્ચમાં બિશપ હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page