Only Gujarat

FEATURED National

4 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતો ટિકટોક સ્ટાર જ નિકળ્યો સ્વરૂપવાન યુવતીનો હત્યારો

ટિકટોક અને યૂટ્યુબ પર ધૂમ મચાવનારો શખ્સ હત્યારો બની ગયો. એક તરફથી પ્રેમ કરી રહેલા આ શખ્સે કથિત રીતે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી યુવતીની ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં હત્યા કરી દીધી. પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને આસરો આપનારા વ્યક્તિની પણ ધરપકડ કરી છે. એસએસપી કલનિધિ નૈથાનીના જણાવ્યા પ્રમાણે આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હત્યારોપી શેરુ ઉર્ફ શેરાના ટિકટોક વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવતા હતા. તેના યૂટ્યુબ અને ટિકટોક પર ચાર લાખ 10 હજાર ફોલોઅર્સ છે.

ટિકટોક અને યૂટ્યુબ પર ધૂમ મચાવનારા શેરુ ગાઝિયાબાદની નૈનાને એકતરફી પ્રેમ કરતો હતો. નૈનાના લગ્ન અન્ય જગ્યાએ થવાના હતા. શેરુ નહોતો ઇચ્છતો કે નૈના કોઇ બીજાની થાય.17 જુને શેરુ એવું વિચારીને નૈના પાસે પહોંચ્યો હતો કે નૈના તેની સાથે આવવા રાજી થઇ જશે અને જો નહીં થઇ તો ચાકું મારી તેને મોતને ઘાટ ઉતારી દેશે. પરંતુ નૈનાએ પરિવારજનોની મરજીની વિરુદ્ધ જવાની મનાઇ કરી દીધી. એસએસપી કલનિધી નૈથાનીના જણાવ્યા પ્રમાણે શેરુએ નૈનાને ચાકું મારી દીધું જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. બાદતમાં દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઇ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

એસએસપીના જણાવ્યા પ્રમાણે નૈનાની હત્યા બાદ પોલીસે શેરુની મદદ કરનારા તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હત્યા બાદ શેરુ ફરાર હતો. ગાઝિયાબાદ પોલીસે શેરુ પર 20 હજારનું ઇનામ જાહેર કરી ટીમને તેની શોધખોળમાં લગાવી દીધી હતી. એસએસપીએ જણાવ્યું કે શેરુ ખાનની રવિવારની રાતે પોલીસની ટીમે ટીલા મડો વિસ્તારની પંચશીલ કોલોનીમાંથી ધરપકડ કરી હતી. શેરુને આસરો આપનારા તેના ભાઇ ઇમરાન અને બનેવી રિઝવાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે મૃતક નૈના કૌર પોતાના માતા-પિતા બલદેવ સિંહ અને નિલમ કૌર સાથે તુલસી નિકેતનના વિવેક વિહાર કોરોનીમાં રહેતી હતી. તેની મોટી બહેનના લગ્ન થઇ ચૂક્યા છે. ગત વર્ષે રાજધાનીની એક સ્કૂલમાં ઇન્ટરનો અભ્યાસ કર્યા બાદ નૈના દિલ્હીમાં નર્સિંગનો કોર્સ કરી રહી હતી.

નૈનાના લગ્ન 22 જુને ઇન્દોરમાં થવાના હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૃતક નૈનાના પિતા બલદેવ સિંહે કહ્યું કે હું માત્ર 50 મીટર જ દૂર ગયો હતો એ દરમિયાન ત્રણ શખ્સો બાઇક પર આવ્યા જેમાંથી એકે મોઢા પર કપડું બાંધેલું હતું. તેણે નૈનાનો હાથ ખેંચી લીધો અને તેની સાથે લઇ ગયો. આ દરમિયાન નૈનાની સાથે તેની માતા પણ હતી જેણે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને ધક્કો મારી નીચે પાડી દીધી.

બલદેવે કહ્યું કે એ લોકોમાંથી એક મને પકડી લીધો અને પત્ની અને પુત્રી સુધી જવા ન દીધો. જ્યારે નૈના પોતાની માતાને રસ્તા પર પડેલી જોઇ તો તે ઉઠી ગઇ અને આરોપીઓને અનેક થપ્પડ માર્યા. અચાનક આરોપીએ ચાકુથી નૈના પર હુમલો કરી દીધો. પહેલા ગળા, પેટ અને પછી શરીરના અન્ય ભાગ પર. બાદમાં આરોપીઓ બાઇક પર ફરાર થઇ ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે હાથાપાઇ દરમિયાન નૈનાની માતાએ હત્યાના મુખ્યઆરોપીનો નકાબ ફાડી નાખ્યો અને તેની ઓળખ દિલ્હીના સુંદર નગરીમાં રહેતા શેર ખાન ઉર્ફ શાહરૂખ તરીકે કરી. નૈનાના પરિવારજનોનું કહેવું છે કે તે નૈનાને અંદાજે બે વર્ષથી જાણતો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page