Only Gujarat

National

11 વર્ષની વયે થયા હતા લગ્ન, પતિના નિધન બાદ જમીન માટે લડી કાયદાકીય લડાઈ

હિસાર, હરિયાણા: અગ્રોહા ક્ષેત્રના કિરાડા ગામની 53 વર્ષીય સરપંચ વિમલા સૈનીને ગામના લોકો ‘ટ્રેક્ટરવાળી સરપંચ’ તરીકે લોકપ્રિય છે. જીવનમાં કોઈપણ મુશ્કેલીઓ સામે હોય તો પીછેહટ કર્યા વગર તેનો સામનો કરવા દુ:ખના દિવસોનો અંત આવશે. આવી જ સંઘર્ષ કહાણી છે વિમલા સૈનીની. જેમના લગ્ન માત્ર 11 વર્ષની વયે થઈ ગયા હતા. ઘર-પરિવાર બરાબર ચાલી રહ્યાં હતા કે પતિના વિવાદ બાદ જમીન વિવાદનો પ્રારંભ થયો. પરંતુ વિમલાએ હાર ના માની અને સંઘર્ષ કરતી રહી. આજે તે ગામની સરપંચ છે. દાદી બન્યા બાદ પણ તે ટ્રેક્ટરથી પોતાના ખેતરમાં ખેતી માટે જાય છે.

નાની વયે થયા લગ્ન…
વિમલાએ જણાવ્યું કે, 1977માં 11 વર્ષની વયે તેના લગ્ન અગ્રોહા બ્લૉકના કિરાડા ગામમાં રહેતા સજન સૈની સાથે થયા હતા. તેમના 2 દીકરા અને 3 દીકરીઓ છે. અમુક વર્ષ અગાઉ પતિના મોત બાદ જમીન અંગે પરિવારમાં વિવાદ થયો અને તે કેસ કોર્ટ પહોંચ્યો. બાળકોને એકલા ઉછેરતી વિમલા માટે પરિવારજનોએ એટલી મુશ્કેલીઓ ઊભી કરી કે તેણે સાસરી છોડી પિયરમાં પરત ફરવું પડ્યું. તમામ મુશ્કેલીઓ બાદ વિમલાએ હાર ના માની અને આજે તે ગામ માટે આદર્શ મહિલા સરપંચ છે.

ખેતરમાં કામ કરવા કોઈ તૈયાર નહોતું…
પારિવારિક વિવાદના કારણે તેમના ખેતરમાં કામ કરવા કોઈ તૈયાર નહોતું. તેના કારણે વિમલાએ ટ્રેક્ટર ચલાવતા શીખ્યું અને પોતે જ ખેતી કરવા નીકળી પડી. પ્રારંભમાં લોકોએ ઠેકડી ઉડાડી પરંતુ પછી તે લોકો જ તેમની પ્રશંસા કરતા થઈ ગયા. વિમલા પોતે પાકને લઈ માર્કેટ યાર્ડ જતી. હવે તેમના બાળકો મોટા થઈ ગયા છે, તેમછતાં તેઓ ખેતરમાં કામ કરતા જોવા મળે છે. વિમલાના સંઘર્ષને જોતા ગામના લોકોએ તેમને 2010માં પ્રથમવાર સરપંચ બનાવ્યા. વિમલાએ આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી અને ગામની દરેક સમસ્યાના સમાધાન માટે તેઓ આગળ રહેતા. ગામના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ એકબીજા સાથે ચર્ચા થકી ઉકેલવામાં આવે છે. પોલીસની જરૂર પડતી નથી. વિમલાના બંને દીકરા અજય અને રવિશંકરે કહ્યું કે, તેમને પોતાની માતા પર ગર્વ છે.

 

You cannot copy content of this page