Only Gujarat

International National

કોરોના સામે દુનિયા લાચાર, છેલ્લા ઉપાય તરીકે ‘ઈમ્યૂનિટી પાસપોર્ટ’ની રણનીતિ અપનાવાશે?

કોરોના સંકટમાંથી બહાર આવવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે દુનિયાના વિવિધ દેશોની અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગ્યો છે. અત્યારે આ બધા જ દેશો અર્થવ્યવસ્થાને સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ માટે હર્ડ ઈમ્યૂનિટીની એક ધારણા જોવા મળી છે અને હવે સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની ઓળખ કરી તેમને ઈમ્યૂનિટી પાસપોર્ટ આપવાનો આઇડિયા બહાર આવ્યો છે. જોકે વિશેષકોનું કહેવું છે કે, આનાથી ભેદભાવ થઈ શકે છે અને જાણીજોઇને સંક્રમણના કેસોમાં વધારો થશે.

ઈમ્યૂનિટી પાસપોર્ટની ચર્ચા:
કોવિડ-19 ને ફેલાતો રોકવા માટેની વિવિધ મહત્વની ગતિવિધિઓમાં ‘ઈમ્યૂનિટી પાસપોર્ટ’ ની ચર્ચા અત્યારે બહું ચાલી રહી છે. કેટલાક દેશો આ પ્રકારના દસ્તાવેજો પર ભારણ મૂકી રહ્યા છે કે, જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. કોરોના વાયરસની રસી બનવામાં હજી થોડા મહિના લાગી શકે છે, ત્યાં સુધીમાં કોઇ વ્યક્તિને સંક્રમિત થવા અને SARS-COV-2 માટે પ્રતિકરક ક્ષમતા રાખવાનું પ્રમાણપત્ર આપવા અંગે વિચાર-મંથન ચાલી રહ્યું છે.

શું છે ઈમ્યૂનિટી પાસપોર્ટ:
ઉલ્લેખનિય છે કે, ઊંચી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને લોકડાઉનના પ્રતિબંધોમાંથી છૂટ આપવાની વાત પર ચર્ચા ચાલી રહી છે. જેના અંતર્ગત, જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હશે, તેમને ઈમ્યૂનિટી પાસપોર્ટ આપી તેમના પરથી સોશિયલ ડિસ્ટસિંગના પ્રતિબંધો દૂર થઈ શકે છે અને તેઓ કામકજ પર પાછા ફરી શકે છે, તો બાળકો સ્કૂલ જઈ શકે છે. વાયરસ વૈજ્ઞાનિક ઉપાસના રેએ કહ્યું, ”એક ઈમ્યૂનિટી પાસપોર્ટ આ વાતનું પ્રમાણપત્ર છે કે, કોઇ વ્યક્તિ સાર્સ-સીઓવી-2 સંક્રમણ સામે લડવાની પ્રતિકારક શક્તિ ધરાવે છે.

હર્ડ ઈમ્યૂનિટી કેવી રીતે ઈમ્યૂનિટી પાસપોર્ટ કરતાં અલગ:
આ પહેલાં હર્ડ ઈમ્યૂનિટીની ચર્ચા બહુ ચાલતી હતી. હર્ડ ઈમ્યૂનિટીનો કંન્સેપ્ટ એ વાત પર આધારિત છે કે, જો 60% કરતાં વધારે લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ જાય તો પછી કોરોનાનું સંક્રમણ જાતે જ સિમિત થઈ જશે. જોકે, ઈમ્યૂનિટી પાસપોર્ટની ધારણામાં ઊંચી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઓળખીને સર્ટિફિકેટ આપવાની વાત છે. ઉલ્લેખનિય છે કે, ચિલી, જર્મની, ઈટલી, બ્રિટન અને અમેરિકા સહિત ઘણા દેશોની સરકારોએ ઈમ્યૂનિટી પાસપોર્ટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વ્યવહારિક નથી ઈમ્યૂનિટી પાસપોર્ટ: વૈજ્ઞાનિકો:
સીએસઆઈઆરના કોલકાતા સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉપાસનાએ જણાવ્યું કે લોકોની પ્રતિકારક ક્ષમતા રાખતાં પ્રમાણિક કરવા પાછળ તર્ક છે. જેમાં લોકોમાં વાયરસ સામે લડવાના એન્ટીબૉડી બને છે અને હાજર છે. જોકે આ સંબંધે ભારતમાં વાતાવરણ સાવધાનીવાળું છે. આઈસીએમઆરના ચેન્નઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલૉજીના નિર્દેશક મનોહ મુરહેકરે કહ્યું, ‘આ વાતના અત્યાર સુધીમાં કોઇ પૂરાવા નથી કે કોવિડ-19 થી સંક્રમિત વ્યક્તિને ફરીથી સંક્રમણ નથી થઈ શકતું. દક્ષિણ કોરિયાથી લોકોને ફરીથી સંક્રમિત થવાના સમાચાર આવ્યા છે, એટલે લોહીમાં સાર્સ-સીઓવી-2 એન્ટીબૉડી હોવાના આધારે ઈમ્યૂનિટી પાસપોર્ટ આપવો વ્યવહારિક નથી.’

ભારતમાં આરોગ્ય એપને પ્રોત્સાહન:
ભારતમાં એ લોકોને યાત્રાની મંજૂરી છે, જેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપ લીલા રંગ સાથે તેમના સુરક્ષિત હોવાનો સંકેત આપે. આ સંપૂર્ણપણે પોતાની જાહેરાત પર આધારિત છે. દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 56 લાખ કરતાં પણ વધી ગઈ છે, તો સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે લોકોનાં તેનાથી મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ જોતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યૂએચઓ) એ કહ્યું કે, આ વાતના કોઇ પૂરાવા નથી કે, કોઇ વ્યક્તિ એકવાર કોવિડ-19 થી ઠીક થઈ ચૂક્યો હોય અને તેના શરીરમાં એન્ટીબૉડી હોય તો બીજી વાર તે સંક્રમણથી બચી જશે.

ઈમ્યૂનિટી પાસપોર્ટના દુરૂપયોગની બીક:
વિશેષકોએ કહ્યું કે, ટેક્નિકલ જટિલતાના કારણે ઈમ્યૂનિટી પાસપોર્ટના નિયમન અને નૈતિકતા સંબંધિત ચિંતા પણ છે. પ્રતિરક્ષા વૈજ્ઞાનિક સત્યજીત રથે કહ્યું, ‘ઈમ્યૂનિટી પાસપોર્ટનો વિચાર વહિવટી તંત્ર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે અને ઘણી રીતે તેનો ગરીબો અને પછાત વર્ગ માટે દૂરઉપયોગ થવાની પણ આશંકા છે.’ અમેરિકાની જૉર્જટાઉન યૂનિવર્સિટી મેડિકલ સેન્ટરના એલેક્ઝાન્ડ્રા એલ ફેલાને ધ લાંસેટ પત્રિકામાં લખ્યું છે કે, ઈમ્યૂનિટી પાસપોર્ટ માટે કૃત્રિક પ્રતિબંધ લાગી જશે કે કોણ સામાજિક, નાગરિક અને આર્થિક ગતિવિધિઓમાં ભાગ લઈ શકે છે અને કોણ નહીં. આમાં લોકો પોતાને સંક્રમિત બતાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આનાથી સ્વાસ્થ્ય ખતરા પણ ઊભા થશે.

You cannot copy content of this page