Only Gujarat

National

સાપની પૂંછડી પકડીને ઢસડીને ગયા દાદી, જોનારા લોકોના આંખો અને મોઢા થઈ ગયા પહોળા

જો કે વ્યક્તિને સાંપ સપનામાં પણ નજર આવે તો તે ડરના માર્યા થરથર કાંપવા લાગે છે. વિચારો કે તમારી સામે કોબરા જેવો સૌથી ખુંખાર ઝેરીલો સાંપ આવી જાય તો તમે શું કરશો. કદાચ ડરના માર્યા તમે ભાગી જશે પરંતુ તેને પકડવાનો પ્રયત્ન તો જરાય નહીં કરો. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા કોબરા જેવા ખતરનાક સાંપ સાથે રમત કરતી નજર આવી. આ મહિલા સાંપની પૂછડી પકડી આરામથી તેને દૂર ફેંકી દે છે.

આ વીડિયોને ટ્વીટર પર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર્સ સુશાંત નંદાએ શેર કર્યો છે. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક વૃદ્ધ મહિલા રસ્સીની જેમ કોબારને પકડે છે અને તેને ઢસડી દૂર ફેંકે છે. સુશાંત નંદાએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે ‘દાદી, કોબરાની સારવાર કરવાની આ રીત યોગ્ય નથી.’

સુશાંત નંદાએ આ વીડિયોને 26 મેના રોજ સવારે શેર કર્યો છે. જેને અત્યારસુધીમાં હજારો વ્યૂઝ મળી ગયા છે. સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને રિટ્વીટ્સ કરવામાં આવ્યો છે.

જે કોઇપણ આ વીડિયો જોઇ રહ્યું છે તે દાદીની હિમ્મતને સલામ કરી રહ્યું છે. આ વીડિયો થોડા દિવસ પહેલા રેડિટ પર શેર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ વીડિયોને ફેસબૂક અને ટ્વીટર પર પણ શેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ કોબરાને નવડાવતો નજરે પડ્યો હતો.

You cannot copy content of this page