Only Gujarat

National

પતિને યુવતીએ કહ્યું, ‘તમારી પત્ની સાથે મારે 2 વર્ષથી સંબંધ છે’, મામલો જાણી આંખો જઈ જશે પહોળી

બેગૂસરાય: બિહારના બેગૂસરાયમાં 2 યુવતીઓ વચ્ચેના સંબંધોની વિચિત્ર ઘટના સામે આવી છે. બંને યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. એક યુવતીના લગ્ન તેના પરિવારજનોએ એક યુવક સાથે કર્યા. લગ્નના 10 દિવસ તો બધુ બરાબર ચાલ્યું, પરંતુ 11માં દિવસે નવપરિણીત યુવકના જીવનમાં તેણે વિચારી પણ ના હોય તેવી ઘટના બની હતી. આ સમયે તેની પત્નીની એક મિત્ર તેના ઘરે આવી હતી. આ યુવતીએ યુવકને જણાવ્યું કે,‘તમારી પત્ની સાથે મારે 2 વર્ષથી સંબંધો છે. અમે લગ્ન કર્યા છે અને હવે મારી પણ તેની સાથે રહેવું છે.’

આ ઘટના બેગૂસરાયના પટેલ ચોક વિસ્તારની છે. અહીંના એક યુવકના લગ્ન 14 જૂને રાંચીની એક યુવતી સાથે થયા હતા. વિવાહ બાદ યુવક પોતાની દુલ્હન લઈ ઘરે આવી ગયો. લગ્નના 4-5 દિવસ બાદ યુવકને જાણ થઈ કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા તે સમલૈંગિક (લેસ્બિયન) છે. દુલ્હન પોતાના પતિથી અલહ રહેવાનો પ્રયાસ કરતી હતી અને પોતાની મિત્ર સાથે કલાકો સુધી વાત કરતી હતી. તેણે પતિને સ્ત્રી મિત્ર વિશે તમામ વાત જણાવી દીધી હતી.

પરિવારજનોએ બળજબરીપૂર્વક કર્યા લગ્ન
25 જૂને દુલ્હનની મિત્ર તેની સાસરીએ પહોંચી હતી. તેણે કહ્યું કે,‘હું પોતાની મિત્રને લેવા આવી છું.’ દુલ્હને પણ કહ્યું કે,‘હું પોતાની મિત્રથી અલગ રહી શકતી નથી. મે તેને યુવક સમજીને જ લગ્ન કર્યા છે. હું તો લગ્ન કરવા માગતી નહોતી પરંતુ મારા પરિવારજનોએ બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા.’

પતિ અને સાસરીવાળાઓએ દુલ્હનને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ દુલ્હન અને તેની મિત્ર કંઈપણ સમજવા તૈયાર નહોતા. જે પછી આ કેસ પોલીસ સુધી પહોંચ્યો.

બંને યુવતીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી. બંને યુવતીઓની જીદ સામે પોલીસ અને દુલ્હનના પતિની એક ના ચાલી. શુક્રવારે યુવક પોતાની પત્નીને તેની મિત્ર સાથે જવા દેવા તૈયાર થઈ ગયો. એસઆઈ અમરેન્દ્ર કુમાર ઝાએ કહ્યું કે, યુવતી અને યુવકની સહમતિ બાદ બંને યુવતીઓને સાથે મોકલી દેવામાં આવ્યા.

You cannot copy content of this page