Only Gujarat

FEATURED National

રમતમાં એવો થયો ગુલતાન કે અંતે અંતે દોરડાથી હાથ પગ બાંધીને પહોંચાડ્યો દવાખાને

પટનાઃ આજકાલના યુવાનોને ઑનલાઈન ગેમનો નશો એટલો ચડ્યો છે કે તેઓ ભાન ભૂલી રહ્યા છે. ગેમ રમવાના ચક્કરમાં તેઓ અકસ્માતને ભેટી રહ્યા છે. તો કેટલીક જીવલેણ ગેમ પણ છે, જે રમે તેને મોત સુધી દોરી જાય છે. આવો જ એક આંખ ઉઘાડતો કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવાનને પબ્જી રમવાનો એવો તે નશો ચડ્યો કે તેના હાથ પગ બાંધીને તેને હોસ્પિટલ પહોંચાડવો પડ્યો.

યુવાન પબ્જીનો એટલો બંધાણી થઈ ગયો હતો કે, તેના પરિવારજનોના કહેવા પ્રમાણે તે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. ઈલાજ માટે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો છે.

યુવકનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરના કહેવા પ્રમાણે-પરિવારજનોના કહેવા પ્રમાણે યુવકની આ હાલત પબ્જી રમવાના કારણે થઈ છે. સ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ હતી કે, જ્યારે તેને પબ્જીની ના પાડવામાં આવતી હતી. તો તે મારવા દોડતો હતો. હાલ તો સારવાર બાદ યુવાનની હાલત ઠીક છે.

યુવાન છેલ્લા કેટલાયે મહિનાથી પબ્જી રમતો હતો પરંતુ સતત ત્રણ દિવસથી પબ્જી ગેમમાં હારી રહ્યો હતો. જેના કારણે તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું. તે કાબૂ બહાર જતો રહ્યો હતો અને આસપાસના લોકો પર હુમલો કરતો હતો.

અચાનક તે દીવાલ સાથે પોતાનું માથું પછાડવા લાગ્યો હતો. જે બાદ પરિવારજનોએ મુશ્કેલીથી તેના પર કાબૂ મેળવ્યો અને તેને હૉસ્પિટલ લઈ જઈ તેની સારવાર કરાવી. આ કિસ્સો પબ્જી રમતા હોય તેવા સંતાનોના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page