Only Gujarat

FEATURED National

20 વર્ષીય યુવતી અન્ય યુવકના પ્રેમમાં પડી હોવાની પ્રેમીને ગઈ શંકા પછી…..

બિજનૌરઃ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પ્રેમીએ પ્રેમિકાને એવી મોત આપવામાં આવી કે ભલભલા ધ્રૂજી ઉઠે. વાસ્તવમાં પ્રેમીએ એક યુવક સાથે વાત કરવા જેવી નજીવી વાતની શંકાએ પ્રેમિકા કાજલને મોતને ઘાટ ઉતારી. પરિવારજનોએ મૃતદેહ પાસે રહેલા કપડા વડે કાજલની ઓળખ કરી હતી. ખેડા મોહલ્લામાં રહેતી 20 વર્ષીય કાજલના શરીર પરથી માથુ, હાથ-પાગ કાપની અલગ-અલગ ફેંકાયા હતા. કંકાલ એવી સ્થિતિમાં હતું કે જોનારા લોકોના હોશ ઉડી ગયા.

એસપી લક્ષ્મી નિવાસ મિશ્ર અનુસાર, કાજલ 31 ઓગસ્ટથી ગુમ હતી. એક સપ્ટેમ્બરના પરિવારજનોએ મિસિંગ રિપોર્ટ લખાવી હતી. મિશ્રએ જણાવ્યું કે, પરિવારજનોએ વિસ્તારમાં જ રહેતા યુવક સલીમ પર શંકા વ્યક્ત કરી છે.

પોલીસે સલીમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી તો તેણે જણાવ્યું કે, તેમના 3-4 વર્ષથી સંબંધો હતા પરંતુ કાજલ હવે કોઈ અન્યના પ્રેમમાં પડી હતી. આ કારણે તે નારાજ હતો અને તેણે 31 ઓગસ્ટે કાજલને શેરડીના ખેતરમાં બોલાવી તેની હત્યા કરી હતી.

સલીમે જણાવેલા સ્થળ પર પહોંચી પોલીસે કાજલનો મૃતદેહ કબજે કર્યો હતો. તેમણે આ મામલે હત્યાનો કેસ નોંધી સલીમની ધરપકડ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page