Only Gujarat

FEATURED National

વિદ્યાર્થીઓએ બોર્ડની એક્ઝામમાં લખ્યા એવા જવાબો કે શિક્ષકો પણ ગયા અટવાઈ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની મુલ્યાંકન પ્રક્રિયા હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર એક દિવસ થયેલા મુલ્યાંકનમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં અનોખા જવાબ મળી રહ્યાં છે. એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં ફિલ્મી ગીત જ લખી નાખ્યું. તો કોઇએ તો દર્દ ભરેલા ગીત પણ લખ્યા. એક વિદ્યાર્થિનીએ તો વિનંતી કરી કે પ્લીઝ પાસ કરી દેજો, નહીં તો જીવી નહીં શકું.

ઉત્તરપ્રદેશમાં પરીક્ષાની ઉત્તરવહીનું મુલ્યાંકન શરૂ થયા બાદ તરત જ રોકી દેવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે થયેલા મુલ્યાંકનમાં વિદ્યાર્થી દ્વારા લખવામાં આવેલા ઉત્તરો જોઇ નિરિક્ષકો પણ ચોંકી ગયા હતા. હાઇસ્કૂલના હિન્દીના પેપરમાં વિદ્યાર્થીઓએ અજીબોગરીબ ઉત્તર લખ્યા હતાં.

કોઇએ ફિલ્મી ગીત લખ્યા તો કોઇએ પોતે ગરીબ હોવાનું કહી પાસ કરવાની અપીલ કરી. ઉત્તર પુસ્તિકાઓમાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહી ચેક કરતાં ટીચર્સને વિનંતી કરી કે તે ખુબ જ ગરીબ છે. જો તે પાસ નહીં થાય તો ફરી ભણી શકશે નહીં, આથી તેને પાસ કરી દેવામાં આવે.

એક વિદ્યાર્થીએ તુલસીદાસના દોહા પુરથી નિકસી રઘુવીર વધુના ભાવાર્થમાં લખ્યું હતું કે ”તેરે જાને કા ગમ ઔર ન આને કા ગમ, ઔર ફીર જમાને કા ગમ, ઇસ બાર તુમ્હી આના, ઇરાદે ફીર સે ના જાને કા લાના” વિદ્યાર્થી દ્વારા આવા ઉત્તર જોઇ ઉત્તરવહી ચેક કરતાં નિરિક્ષકો પણ હેરાન છે.

ઉત્તરવહી ચેક કરતાં નિરિક્ષકને હાઇસ્કૂલના હિન્દીની ઉત્તરવહીમાં ફિલ્મી ગીત લખેલા જોવા મળ્યા. રસખાનના એક દોહાના ભાવાર્થમાં લખવામાં આવ્યું કે ”મેં તેરે ઇશ્ક મેં મર ન જાઉં કહીં તૂ મુજે આજમાને કી કોશિશ ન કર, ખુબશુરત હેં તૂ તો મેં ભી હંસી મુજસે નજરે ચુરાને કી કોશિશ ન કર”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page