Only Gujarat

FEATURED

જન્માષ્ટમી પર 27 વર્ષ પછી મહાસંયોગ, આ 3 રાશિના જાતકોને થશે ખાસ લાભ

જન્માષ્ટમીનું પર્વ આ વર્ષે મંગળવાર, 11 ઑગસ્ટે ઉજવવામાં આવશે. જોકે આ વખતે આઠમ તિથિ 11-12 ઑગસ્ટ બે દિવસ રહેશે. એટલાં માટે ઘણી જગ્યાએ બુધવાર, 12 ઑગસ્ટે પણ જન્માષ્ટમી ઉજવાશે. જન્માષ્ટમીનું પર્વ આ વખતે ખાસ પણ છે, કેમ કે 27 વર્ષ પછી અદભુત સંયોગ બની રહ્યો છે. વર્ષ 1993 પછી જન્માષ્ટમી પર પહેલીવાર બુધાષ્ટમી અને સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય મુજબ, તુલા, મકર, અને મીન રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.

મેષ
મેષ રાશિના જાતકોનાં ઘણાં સમયથી અટકાયેલાં કાર્યો પુરાં થશે અને પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી અડચણો દૂર થશે. ગાયનું દૂધ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. પંચામૃતથી શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી ફાયદો થશે.

વૃષભ
વૃષભ રાશિના જાતકોના ઐશ્વર્યમાં વૃદ્ધિ થશે. ઘરમાં સુખનો વાસ થશે. કાચી લસ્સીથી બાળગોપાલનો અભિષેક કરવો. આ ઉપરાંત શ્રીકૃષ્ણ ભગવાનને સફેદ માખણનો ભોગ ધરાવવો. શ્રીકૃષ્ણને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે અને વૃષભ રાશિના જાતકોનો સ્વામી શુક્ર પણ આ રાશિથી ખૂબ જ પ્રસન્ન થાય છે.

મિથુન
ઘણાં સમયથી મનમાં ચાલી રહેલી ઈચ્છા પૂર્ણ થશે. તમારા દરેક કાર્યો પૂરા થશે. મિથુન રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને મિશ્રીનો ભોગ ધરવો. શેરડીના રસથી જાતકો પ્રભુનો અભિષેક કરી શકે છે.

કર્ક
જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. રોગથી મુક્તિ મળશે અને યોજનાઓ લાભ દેશે. કર્ક રાશિના જાતકોએ દૂધમાં તુલસી નાખી ભગવાનને ભોગ ધરવો. કાચા દૂધથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક જરૂર કરવો.

સિંહ
વિવાહમાં વિલંબની સમસ્યા દૂર થશે. વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે. સિંહ રાશીના જાતકો શ્રીકૃષ્ણને હિંડોળે હિંચવા. કેસરની બરફીનો ભોગ ધરાવવો અને ગુલાબના શરબતથી ભગવાનનો અભિશેક કરવો.

કન્યા
કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને લાડુનો ભોગ ધરાવવો. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો.

તુલા
તુલા રાશિના જાતકોને ધન સંબંધી સમસ્યા દૂર થશે. રૂપિયાની ચિંતા દૂર થશે. ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણનો ભોગ ધરાવવો. કાચી લસ્સીથી શ્રીકૃષ્ણનો અભિષેક કરવો.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોના દરેક કાર્ય શીઘ્ર પુરાં થશે. દુશ્મનોના ષડયંત્ર નાકામા થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયના દૂધનો ભોગ ધરાવવો. પંચામૃતથી તેમનો અભિષેક કરવો.

ધન
ધન રાશિના જાતકોએ સગા-સંબંધીથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પરિચિતો સાથે વાદ-વિવાદ દૂર થઈ શકે છે. ધન રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને બેસનની બરફીનો ભોગ જરૂર ધરાવવો. હળદર યુક્ત દૂધથી બાલ ગોપાલનો અભિષેક કરવો.

મકર
મકર રાશિના જાતકોએ અભ્યાસ સારો રહેશે. એકાગ્રતા વધશે અને કરિયરમાં પ્રગતી થશે. મકર રાશિના જાતકો શ્રીકૃષ્ણ ભગવાનને હિંડોળે હિંચવા. ગંગાજળથી કૃષ્ણનો અભિષેક કરવો.

કુંભ
કુંભ રાશિના જાતકોની તમામ મુશ્કેલી દૂર થશે. ઘરમાં ખુશાલી આવશે. ઘરના સદસ્યનો ભાગ્યોદય થશે. કુંભ રાશિના જાતકોએ શુદ્ધ દેશી ઘીની મિઠાઈથી દ્વારિકાધીશને ભોગ ધરાવવો. પંચામૃતથી તેમનો અભિષેક કરવાનું ના ભૂલવો.

મીન
મીન રાશિના જાતકોએ વેપારમાં સફળતા મળશે અને મોટા કષ્ટ દૂર થશે. મીન રાશિના જાતકોએ બેસનની બરફીથી ભગવાન શ્રીકૃષ્ણને ભોગ ધરાવવો. કેસર યુક્ત દૂધથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કરવો.

You cannot copy content of this page