Only Gujarat

Bollywood FEATURED

અમિતાભ ને સની છે એકબીજાના પડોશી, જલસાને પણ ટક્કર મારે એવા રજવાડી બંગલામાં રહે છે ટેસથી

મુંબઈઃ સની દેઓલ પોતાની એક્શન ફિલ્મને કારણે જાણીતો છે. હવે તો સની દેઓલ સાંસદ છે. સની દેઓલે પંજાબમાં ગુરદાસપુરમાંથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી.


છેલ્લાં ચાર દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સની દેઓલનો મુંબઈમાં આલીશાન બંગલો છે.


સની દેઓલનો આ બંગલો મુંબઈના એકદમ પોશ એરિયા જુહૂમાં છે. સની દેઓલના બંગલાની બરોબર સામે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો છે.


આમ તો સની દેઓલ અન્ય સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી. જોકે, સની દેઓલના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં તેના ઘરની ભવ્યતા જોવા મળે છે.


સની દેઓલે લંડનમાં પૂજા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. સની પૂજા તથા બે સંતાનો કરન તથા રાજવીર સાથે રહે છે.


સની દેઓલે પોતાના ઘરમાં જ જીમ બનાવ્યું છે. સની દેઓલના દીકરાએ બોલિવૂડમાં ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

You cannot copy content of this page