Only Gujarat

FEATURED National

દાદીની ઈચ્છા પૂરી કરવા પૌત્રોએ કર્યું અનોખું કામ, જાણીને તમે પણ વખાણ કરશો જ!

કોટા: બે ભાઈઓએ પોતાની 100 વર્ષની દાદીની ઈચ્છા પુરી કરવા માટે અનોખા લગ્ન કર્યા. એક સાથે લગ્ન કર્યા બાદ પોત-પોતાની દુલ્હનોને એક જ હેલીકોપ્ટરમાં બેસાડીને ઘરે પહોંચ્યા. જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એક ભાઈ છે CA તો બીજો ખેડૂત
દેવલી અરબ નિવાસી અશોક માલવનો એક દિકરો CA છે તો બીજો ખેડૂત છે. અશોક માલવનું કહેવું છે કે તેમના પિતા મદનલાલ રેલવેમાં અધિકારી હતા. વર્ષ 1995માં તેમનું નિધન થઈ ગયું. મારા માતા કાલી બાઈ લગભગ 100 વર્ષના થઈ ગયા છે તો તેમની ઈચ્છા હતી કે બંને દુલ્હનોની વિદાય હેલિકોપ્ટરથી કરાવવામાં આવે. તેમણે આ ઈચ્છા દિકરાઓને જણાવી તો તેઓ દાદીની ઈચ્છા પુરી કરવાની વાત કરવા લાગ્યા.

એક સાથે થયા બંને ભાઈઓના લગ્ન: મળતી માહિતી પ્રમાણે પંકજના લગ્ન ભાવનીપુરાની કમલ અને લલિતના લગ્ન દીપપુરાની રશ્મિતા સાથે નક્કી થયા. લગ્ન સમારોહ બારાં રોડ પર આવેલા મેરેજ ગાર્ડનમાં થયા.

બંનેએ દાદી કાલી બાઈની ઈચ્છા પુરી કરવા માટે જયપુરથી હેલિકોપ્ટર મંગાવ્યું. જેના માટે દુલ્હનોના ગામ, મેરેજ ગાર્ડન અને દેવલી અરબમાં હેલીપેડ બનાવવામાં આવ્યા હતા.

ગુરુવારે કોરોનાના તમામ પ્રોટોકોલના પાલન સાથે આ લગ્ન થયા. જેમાં દુલ્હનની ડોલી અને દુલ્હાનું સારથી હેલિકોપ્ટર બન્યું. અને જ્યારે હેલિકોપ્ટર ગામ પહોંચ્યું તો સૌ કોઈ જોતું જ રહી ગયું. ચારે તરફ બસ આ લગ્નની જ ચર્ચા છે.

You cannot copy content of this page