Only Gujarat

FEATURED National

હત્યારાએ ઘૂસતા વેંત જ મારી નાખ્યો ઘરના મુખિયા ને પછી મચાવ્યો એવો આતંક કે…

મધ્ય પ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડરની ગૂંચ ધીમે-ધીમે ઉકેલાઈ રહી છે. પોલીસની તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ હત્યાઓ ચોરી કે લૂંટની નિયતથી નથી કરવામાં આવી. જેનો બીજો અર્થ એ પણ છે કે આ હત્યાકાંડ ક્યાંકને ક્યાંક પરસ્પર મતભેદના કારણે થયો છે. ગોળી એટલી સટીક રીતે મારવામાં આવી છે કે એક ગોળીમાં એકનું મોત થઈ ગયું. જેનાથી પોલીસને લાગી રહ્યું છે કે હત્યારા પ્રોફેશનલ કિલર્સ છે.

પોલીસના તપાસકર્તા શરૂઆતમાં તો એવું જ માની રહ્યા છે કે આ જઘન્ય હત્યાકાંડને મનદુઃખના કારણે અંજામ આપવામાં આવ્યો છે. હત્યાના સમયનો ખરો અંદાજ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી લાગી શકશે પરંતુ તપાસ દરમિયાન એ તથ્ય સામે આવ્યું છે કે ઘરના માલિક ગોવિંદ રામ રાતના 9 વાગ્યા સુધી દુકાન ચલાવતા હતા અને તે બાદ દુકાન બંધ કરીને ઘરે પાછો ફરતા હતા.

ઘટનાની રાત્રે પણ દુકાન બંધ કરીને સાડા નવ સુધી ઘરે પાછો આવ્યો હતો. આ હિસાબથી હત્યાની ઘટના રાતના સાડા નવ વાગ્યા બાદ થઈ હતી. ત્રણ લોકોની હત્યા માટે ઓછામાં ઓછા ત્રણ ફાયર કરવામાં આવ્યા હતા. પરંતુ આસપાસમાં કોઈને ધડાકાનો અવાજ ન સાંભળાયો.

તેનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે બુધવાર રાત્રે દેવઉઠી એકાદશી હોવાના કારણે રાતના સમયે આખા શહેરમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને દરેક તરફ ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો. ફટાકડાના અવાજમાં રિવોલ્વરના ફાયરનો અવાજ દબાઈ ગયો અને આ કારણે આસપાસના લોકો ફાયરની અવાજને સમજી ન શક્યા.

મૃતક ગોવિંદ સોલંકીના જ ઘરમાં ભાડા પર રહેતી એક યુવતી મૃતક દિવ્યાની સહેલી હતી. મૃતક દિવ્યા નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી અને તેના ઘરમાં જ રહેતી યુવતી નર્સિંગનો અભ્યાસ પુરો કરીને એક ખાનગી હૉસ્પિટલમાં કામ કરતી હતી. આ કારણે ભાડે રહેતી યુવતીની મૃતક દિવ્યા સાથે મિત્રતા થઈ ગઈ હતી. ગુરુવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે દિવ્યાની સહેલી એક્ટિવાની ચાવી લેવા માટે બીજા માળે ગોવિંદ સોલંકીના ઘરે પહોંચી હતી. એ સમયે તેને આ ઘટનાની જાણકારી મળી હતી. ઉક્ત યુવતીએ તાત્કાલિક મકાનના અન્ય રહેવાસીઓને તેના વિશે જણાવ્યું અને પછી તાત્કાલિક પોલીસને ઘટનાની સૂચના આપવામાં આવી.

ગોવિંદ રામ સોલંકીની રાજીવ નગર સ્થિત એક ચાર માળની ઈમારત છે. આ મકાનના બે માળમાં બે પરિવાર ભાડે રહે છે જ્યારે એક દુકાન બની છે. અહીંથી કરિયાણાની દુકાન ચલાવવામાં આવે છે.

પહેલા માળે ગોવિંદ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ત્રીજા માળે પણ બે પરિવારો ભાડુઆત હતા જ્યારે ચોથા માળ પર એક રૂમ બનેલો છે. જ્યારે પોલીસ મોકા પર પહોંચી ત્યારે મૃતક ગોવિંદ રામનો મૃતદેહ દરવાજા પાસે પડેલો મળ્યો. તેની પાસે જ દૂધની થેલી અને કેટલોક સામાન મળ્યો હતો. જેનાથી અંદાજ લગાવવામાં આવ્યો કે હત્યારાએ ઘરમાં ઘૂસતા જ સૌથી પહેલા દરવાજા પર ગોવિંદ સોલંકીને શૂટ કર્યા. તેની પત્નીનું શબ પલંગ પર પડ્યું હતું.

ગોવિંદને ગોળી માર્યા બાદ હત્યારાએ સુવાની તૈયારી કરી રહેલી તેની પત્ની શારદા પર ફાયરિંગ કર્યું. આ બાદ હત્યારો પાછલા રૂમમાં પહોંચ્યો જ્યા તેણે દિવ્યાને શૂટ કરી. દિવ્યાનું શબ રૂમની ફર્શ પર પડેલું મળ્યું હતું.

ઘટનાની જાણકારી સવારે લગભગ સાડા આઠે મળી હતી. પોલીસનું અનુમાન છે કે હત્યાની ઘટના લગભગ 6 થી 8 કલાક પહેલા બની હશે. આ કારણથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસ અનેક એંગલથી તપાસ કરી રહી છે. કેટલીક એવી પણ માહિતી પોલીસને મળી છે કે મૃતકે કોઈને જમીન વેચી હતી કે જેના અવેજમાં તેને વીસ લાખ રૂપિયાથી વધારે રકમ મળી હતી. જો કે હજી તેની પુષ્ટિ નથી થઈ.

જણાવી દઈએ કે રતલામના વિનોબા નગર વિસ્તારમાં રાજીવ નગર સ્થિત મકાન નંબર 61માં રહેતા ગોવિંદ રામ સોલંકી(50), તેમના પત્ની શારદા(45) અને પુત્રી દિવ્યા(22)ની અજાણ્યા હુમલાખોરોએ બુધવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક ગોવિંદ રામ સોલંકી સ્ટેશન રોડ વિસ્તારમાં હેર સલૂન ચલાવતો હતો. જ્યારે તેની પુત્રી દિવ્યા નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી.

You cannot copy content of this page