Only Gujarat

FEATURED National

ડેપ્યુટી ક્લેક્ટરે IPS મંગેતર સાથે મળીને લીધો એવો નિર્ણય કે લોકો આજે કરી રહ્યાં છે સલામ

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. સંકટના આ સમયમાં જો સૌથી વધુ કોઇ જવાબદારી નીભાવી રહ્યાં છે તો તે છે આપણા દેશની પોલીસ અને અન્ય ઓફિસરો. તેઓ ઘર પરિવારથી દૂર રહીને દિવસ-રાત ઇમાનદારીથી ડ્યુટી કરી રહ્યાં છે. આવી જ એક મિસાલ છે મધ્યપ્રદેશની એક ડેપ્યુટી ક્લેક્ટર અને તેમના મંગેતર સીએસપી. જેઓએ પોતાના કર્તવ્યોને સંપૂર્ણ નિષ્ઠા સાથે નીભાવવા માટે પોતાના લગ્નના તારીખ પોસ્ટપોન્ડ કરી છે.

અમે જે કર્તવ્યનિષ્ઠ ઓફિસરોની વાત કરી રહ્યાં છીએ તે વિદિશ જિલ્લા સીએસપી વિકાસ પાંડે અને તેમની મંગેતર ડેપ્યુટી ક્લેક્ટર અમૃતા ગર્ગ છે. તેઓએ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા માટે પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે.

બંને ઓફિસરોનું કહેવું છે કે અમે ધાર્યું હોત તો પરિવારના ચાર-ચાર લોકોને બોલાવી લોડકાઉનનું પાલન કરી લગ્ન કરી શકતાં હતા. પરંતુ અમે એવું કર્યું નથી. કારણ કે અમારા માટે લગ્નથી વધીને દેશ અને તેમાં રહેતી જનતા છે. હવે અમે કોરોનાને ખતમ કર્યા બાદ જ લગ્ન કરીશું.

ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી ક્લેક્ટર અમૃતા ગર્ગ અને સીએસપી વિકાસ પાંડેના 4 મેના રોજ લગ્ન નક્કી થયા હતા. આ લગ્નની તૈયારી પણ બંનેના પરિવારજનોએ પૂર્ણ કરી હતી. પરંતુ ડ્યુટી અને કર્તવ્યના કારણે તેઓએ લગ્ન પાછળ ઠેલવ્યા છે.

મીડિયા સાથે વાતચીતમાં ડેપ્યુટી ક્લેક્ટર અમૃતાએ જણાવ્યું કે તેમની સગાઇ પરિવારે ગત વર્ષ 17 નવેમ્બર 2019માં વિકાસ સાથે નક્કી કર્યા હતા. તમામ સંબંધીઓ અમારા લગ્નની રાહ જોઇ રહ્યાં હતા. એટલું જ નહીં લોકડાઉન પહેલા લગ્નની ખરીદી પણ થઇ ચૂકી હતી. પરંતુ જેમ જેમ તારીખ નજીક આવતી ગઇ તેમ તેમ કોરોનાનો કહેર વધતો ગયો. એવામાં હવે બંનેની ફરજ હતી કે અમે પહેલા દેશ વિશે વિચારીએ.

તો વિદિશા સીએસપી વિકાસ પાંડેનું કહેવું છે કે લગ્ન કોરોનાના કારણે અમે બંને આ સમયે 17-17 કલાકની ડ્યુટી કરી રહ્યાં છીએ. બંને જ સવારે 7 વાગ્યે ઘરેથી નીકળી જઇએ છીએ અને રાતે 12 વાગ્યા બાદ જ ઘરે પહોંચીએ છીએ. એવામાં લગ્નનો વિચાર પણ આવતો નથી. હાલ અમે કોરોનાને હરાવવા માટે મેદાનમાં છીએ. હાલ લગ્નની નવી તારીખ નક્કી કરી નથી.

ઉલ્લેખનીય છે કે જ્યાં અમૃતા ગર્ગ એમપીની સતનાની રહેવાસી છે. તેઓએ સતનાના ઓટોનોમસ પીજી કોલેજમાં પોતાનું શિક્ષણ મેળવ્યું છે.

તો વિકાસે પણ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી છે. સીએસપીએ જબલપુરના સંત અલોયસિયસ કોલેજમાં શિક્ષણ મેળવ્યું છે. પોતાની સગાઇ દરમિયાન પરિવારજનો સાથે સીએસપી વિકાસ પાંડે.

પોતાની સગાઇ દરમિયાન વિદિશ જિલ્લા સીએસપી વિકાસ પાંડે અને તેમની મંગેતર સાગરની ડેપ્યુટી ક્લેક્ટર અમૃતા ગર્ગ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page