Only Gujarat

National TOP STORIES

કોરોનાને મ્હાત આપ્યા બાદ દુનિયામાં ભારતના આ રાજ્યનાં થયા ભરપૂર વખાણ

ભારતમાં કોરોના સંક્રમણનાં 46,549 મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે 1572 લોકોનાં મોત થયા છે. જ્યાં ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં એકબાજુ સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવું પણ રાજ્ય છે. જ્યાં કોરોના હારવાની કગાર પર પહોંચી ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ કેરળની. ભારતમાં કોરોના વાયરસનો પહેલો મામલો કેરળમાં 30 જાન્યુઆરીએ મ્ળ્યો હતો. ત્યારબાદ રાજ્ય ઘણા દિવસો સુધી સૌથી વધારે સંક્રમિત રાજ્યોના મામલામાં પહેલાં નંબર પર રહ્યુ હતુ. પરંતુ હવે કેરળમાં કોરોના હારવાની કગાર પર પહોંચી ગયો છે. અહીં છેલ્લાં 2 દિવસમાં કોરોનાનો એક પણ મામલો સામે આવ્યો નથી. કેરળમાં કોરોના વાયરસને હરાવવામાં સૌથી મહત્વની ભૂમિકા એક મહિલાની રહી છે. વાંચો કોણ છે આ મહિલા અને કેરળમાં કોરોનાને હરાવવા માટે શું મહત્વનાં પગલાં ભર્યા.

કેરળમાં હવે ફક્ત 34 પોઝીટીવ કેસ
કેરળમાં કોરોના વાયરસનાં અત્યારસુધીમાં 500 મામલા સામે આવ્યા છે. પરંતુ સારી વાત એછેકે, તેનાંથી 462 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. મંગળવારે 64 દર્દીઓ ઘરે પાછા ફર્યા હતા. હવે કેરળમાં કોરોનાનાં ફક્ત 34 પોઝીટીવ કેસ છે. કેરળમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અને છેલ્લાં બે દિવસમાં કોરોનાંનાં એક પણ કેસ સામે આવ્યા નથી.

મહામારી સામે લડવામાં અનુભવ કામ લાગ્યો
કોરોના સામે કેરળના મોડલની ચર્ચા આખા દેશમાં થાય છે. રોગચાળા સામેની આ લડતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કે.કે.શૈલજાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ રાજકારણમાં જોડાતા પહેલા તે વિજ્ઞાનના શિક્ષિકા હતા. શૈલજાને આ પહેલા પણ રોગચાળા સામે લડવાનો અનુભવ હતો, તેનો જ ફાયદો તેમને કોરોના સામેના યુદ્ધમાં થયો હતો. 2018માં કેરળમાં ફેલાયેલા નિપાહ વાયરસ સમયે પણ તેઓ આરોગ્યમંત્રી હતા.

નિપાહની વાત કરીએ તો તે કોરોના કરતા નાની હોનારત હતી. તો, જો આપણે કોરોના વિશે વાત કરીએ, તો તેની હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે મોટું સંકટ છે. તેમ છતાં, વધુ પરીક્ષણ, સ્ક્રીનીંગ, સંપર્કોની તપાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓને સારી બનાવીને કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે. કેરળમાં કોરોનાથી અત્યાર સુધીમાં ફક્ત 4 લોકોના મોત થયા છે.

નિપાહની વાત કરીએ તો તે કોરોના કરતા નાની હોનારત હતી. તો, જો આપણે કોરોના વિશે વાત કરીએ, તો તેની હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે મોટું સંકટ છે. તેમ છતાં, વધુ પરીક્ષણ, સ્ક્રીનીંગ, સંપર્કોની તપાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓને સારી બનાવીને કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે. કેરળમાં કોરોનાથી અત્યાર સુધીમાં ફક્ત 4 લોકોના મોત થયા છે.

જાતે સંભાળ્યો મોર્ચો
શૈલજાએ રોજ કોરોના વિશે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને લોકોને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ સિવાય તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેમણે લોકોને શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે અંગે સલાહ અને ટીપ્સ આપી હતી.

જાન્યુઆરીમાં એલર્ટ પર હતુ કેરળ
શૈલજાએ તાજેતરમાં જ એક મીડિયા ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જેવું અમે વુહાનમાં કોરોના વાયરસ વિશે સાંભળ્યુ હતુ એવાં અમે એલર્ટ થઈ ગયા હતા. ત્યારબાદ, 24 જાન્યુઆરીએ રાજ્યમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો. તમામ જિલ્લાઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું. વુહાનથી પરત આવેલા ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. તરત જ, રાજ્યમાં તેની સાથે સંપર્કમાં રહેલા લોકોની શોધ કરવામાં આવી. જો કે, તેમાંના કોઈને ચેપ લાગ્યો નથી.

માર્ચથી કરી આ તૈયારીઓ:
રાજ્યમાં કંટ્રોલરૂમ બનાવ્યા પછી રાજ્યને 18 ડિવીઝનમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં સર્વેલંશ, આઇસોલેશન સેન્ટર, ટ્રીટમેન્ટ સેન્ટર અને કાઉન્સિલિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યા. દરેક વિભાગમાં એક અધિકારી નિયુક્ત કરાયા હતા. દરેક ટીમમાં 15 લોકો હતા. પરંતુ જેવાં સંક્રમણનાં મામલાઓમાં વધારો થયો, રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો, હોટલો અને ક્લિનિક સેન્ટરોને પણ તેમની અંડર લઈ લીધા હતા. ધ ન્યૂઝ મિનિટને આપેલા ઇન્ટરવ્યુમાં શૈલજાએ કહ્યું કે, તે સરળ નહોતું. રાજ્યની બહારથી આવેલાં બધા લોકોને તપાસવા અને ક્વોરેન્ટાઈન કરવા સરળ કામ નથી. આ માટે, નિષ્ણાતોની 18 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેશન, લોજિસ્ટિક કલેક્શન, દર્દીની સંભાળ જેવા કાર્યો કર્યા હતા. એક ગ્રુપતો લોકોને સમજાવી રહ્યું હતું કે પ્રોટોકોલ હેઠળ મૃત્યુ પછી લોકોને કેવી રીતે દફનાવી શકાય.

રાજ્યમાં પહેલાંથી જ હતી PPE કિટ
શૈલજાએ કહ્યું કે તબીબી કર્મચારીઓને સુરક્ષિત રાખવા અમારા માટે મોટો પડકાર છે. જો કે, નિપાહ વાયરસના સમયથી અમારી પાસે પી.પી.ઇ કીટ હતી. તેઓ ગલ્ફ દેશોમાંથી આવી હતી. તેઓએ જણાવ્યું કે અમારી પાસે 2500 વેન્ટિલેટર હતા. જો કે, આ પછી અમે 5000 વેન્ટિલેટર માટે ઓર્ડર આપ્યો, પરંતુ વિશ્વવ્યાપી વેન્ટિલેટરની અછતને કારણે તે મળી શક્યાં નહીં.

રાજ્ય 1.2 લાખ બેડ તૈયાર રાખ્યા:
કેરળમાં 1 એપ્રિલની શરૂઆતમાં જ દર્દીઓ માટે 1.2 લાખ બેડ તૈયાર રાખ્યા હતા. તેમાંથી 5000 બેડ આઇસીયુ અને વેન્ટિલેટર હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. આ સિવાય આ નિયમોનું પાલન ન કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

કેરળના દર 3 ગામની વચ્ચે એક હોસ્પિટલ:
કેરળમાં દર ત્રણ ગામોમાં 2 આરોગ્ય કેન્દ્રો છે. આ દેશમાં સૌથી વધુ છે. અહીં દરેક શંકાસ્પદને આઈસોલેશનમાં રાખવા એકદમ સરળ હતાં. આ ઉપરાંત કેરળમાં ક્વોરેન્ટાઈન અવધિને વધારીને 28 દિવસ કરવામાં આવી હતી. અહીં લગભગ 1.5 લાખ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

હેલ્પલાઈન નંબર ‘દિશા’ શરૂ કરાઈ:
અહીં કોરોના માટે હેલ્પલાઇન નંબર ‘દિશા’ શરૂ કરવામાં આવી હતી. આમાં આશરે 1 લાખ લોકોએ 104 દિવસમાં ફોન કર્યા હતા. અહીં, 22 જાન્યુઆરીથી 24 કલાક સામાજિક કાર્યકરો, સલાહકારો ઉપલબ્ધ રહીને કોરોના વાયરસ વિશે લોકોને માહિતી આપી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page