Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં મકાન માલિકનો અમાનવીય ચહેરો, મકાન માલિકે યુવતીઓને રૂમ બોલાવી અને….

છત્તીસગઢના પેંડ્રા જિલ્લામાં મકાનમાલિકે લોકડાઉન દરમિયાન ભાડુ ન ભરતાં 5 મહિલાઓને બંધક બનાવી હતી. તેઓએ તેમની પાસે રહેલો તમામ સામાન પણ કબજે કર્યો હતો. પોલીસ અને વહીવટી તંત્રને મંગળવારે આ અંગેની જાણકારી મળી ત્યારે તેઓએ યુવતીઓને મુક્ત કરી હતી. હાલના સમયમાં તેઓ વહીવટીતંત્રની દેખરેખ હેઠળ છે. મામલો ગોરેલા ક્ષેત્રનો છે.

મળતી માહિતી મુજબ, ગોરેલા વિસ્તારના સેમરા ગામની સ્થાનિક ફેક્ટરીમાં કેટલીક છોકરીઓ કામ કરે છે. તે ભાડે મકાન રાખીને ગામમાં રહેતી હતી. લોકડાઉનમાં કામ બંધ થવા પર અમુક યુવતીઓ ઘરે જતી રહી હતી. ત્યારે હવે આ યુવતીઓ પણ લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ઘરે જવા માંગતી હતી. કહેવાઈ રહ્યું છે કે, મકાન માલિકને તેની જાણકારી મળી તો તેણે ભાડા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

ગ્રામ પંચાયત સરપંચની મદદથી મુક્તિ કરાઈ યુવતીઓ
ભાડુ ચૂકવવામાં અસમર્થ યુવતીઓને મકાન માલિકે સોમવારે બપોરે બંધક બનાવી હતી. આરોપીએ તેમના ગેસ સ્ટોવ, વાસણો અને અન્ય વસ્તુઓ કબજે કરી રૂમમાં બંધ કરી દીધી હતી.

સવારે તેમણે ફોનથી કોઈક રીતે ગ્રામ પંચાયતના સરપંચ ગજમતી ભાનુને મામલાની જાણ કરી હતી. આ પછી પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીઓને મુક્ત કરી હતી. પોલીસનું કહેવું છે કે ફરિયાદ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page