Only Gujarat

Bollywood FEATURED

18 વર્ષ મોટાં શખ્સ સાથે અફેરના સમાચારથી હેરાન થઈ ગઈ હતી બાલિકા વધૂની એક્ટ્રસ

મુંબઈઃ ટીવી શો ‘બાલિકા વધૂ’માં આનંદીનો રોલ કરનારી એક્ટ્રસ અવિકા ગૌર 23 વર્ષની થઈ ગઈ છે. અવિકા ગૌરનો જન્મ 30 જુલાઇ 1997માં મુંબઈના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અવિકાના પિતા સમીર ગૌર ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ એજન્ટ છે, જ્યારે તેમની મા ચેતના ગૌક હાઉસવાઇફ છે. અવિકાએ મુંબઈની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અવિકાએ માત્ર 11 વર્ષની હતી ત્યારે, તેમને ‘બાલિકા વધૂ’માં કામ કરવાની તક મળી હતી. આ સિરિયલ પછી અવિકા ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, એક સમયે ખુદથી 18 વર્ષ મોટા એક્ટર સાથે તેમના અફેરના સમાચારોને લીધે તે ખૂબ જ ચર્ચામાં હતી.

અવિકા બાળપણથી જ ફેશન શૉમાં ભાગ લેતી હતી. વર્ષ 2007માં લેકમે ફેશન વીક દરમિયાન તેણે બાળકોની બ્રાન્ડ જિની અને જોની માટે બેસ્ટ મોડેલનો એવોર્ડ મળ્યો હતો. તે સમયે અવિકાની ઉંમર માત્ર 10 વર્ષ જ હતી.

અવિકાએ 2008માં કલર્સના પોપ્યુલર શો ‘બાલિકા વધૂ’થી ડેબ્યુ કર્યું હતું. અવિકા બે વર્ષ સુધી સતત શોનો ભાગ રહી અને ઓડિયન્સમાં ખૂબ જ પોપ્યુલર થઈ હતી. આ પહેલા અવિકા 2008માં જ ‘રાજકુમાર આર્યન’, ‘મેરી આવાજ કો મિલ ગઈ રોશની’, ‘કરમ અપના-અપના’ ‘શ્શ્શ્શ… ફિર કોઈ હૈ’ અને ‘ચલતી કા નામ ગાડી’માં નાના-નાના રોલમાં જોવા મળી હતી.

આ સિરિયલ પછી અવિકાએ વર્ષ 2011માં ‘સસુરાલ સિમર કા’માં કામ કર્યું હતું. જેમાં તેમણે રોલીનો રોલ પ્લે કર્યો હતો, જે લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ સિરિયલમાં અવિકાએ 14 વર્ષની ઉંમરમાં પરિણીત મહિલાનો રોલ પ્લે કર્યો હતો, જેમાં તેમના હસબન્ડ મનીષ રાયસિંધાની બન્યા હતાં.

‘સસુરાલ સિમર કા’માં કામ કર્યાના 2 વર્ષ પછી અવિકા અને મનીષના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા હતા. તે સમયે અવિકા 16 વર્ષની હતી, જ્યારે મનીષની ઉંમર 34 વર્ષની હતી. એક ઇન્ટર્વ્યૂમાં અવિકાએ કહ્યું કે, ‘હું અને મનીષ સારા ફ્રેન્ડ છીએ અને અમને આ વાતથી કોઈ ફરક પડતો નથી કે લોકો અમારા વિશે શું કહે છે.’

અવિકાએ જણાવ્યા મુજબ, ‘ન માત્ર અમારા અફેરના સમાચારની અફવા ઉડી એટલું જ નહીં અમારે બાળક હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે અમે તેમને છુપાવી રાખી છે. આ રીતના સમાચારોથી હું માનસિક અને શારીરિક રૂપથી બીમાર થવા લાગી છું.’

અવિકાએ જણાવ્યા મુજબ, ‘શરૂઆતમાં આ અફવા પર ધ્યાન વધુ જતું હતું. ત્યાં સુધી કે અમે તેના લીધે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. અમે એકબીજાને અવૉયડ કરવા લાગ્યા હતા. પણ લોકોએ અમને લિંક કરવાનું બંધ કર્યું નહીં. આ પછી અમે ફરીથી ફ્રેન્ડ બનવાનો નિર્ણય કર્યો. અમારા વચ્ચે કોઈ પ્રકારનું રોમેન્ટિક ઇન્વોલમેન્ટ છે નહીં.’

અવિકા ગૌરે 23 વર્ષની ઉંમરે ફેમિલિ શો ઉપરાંત કેન્ટેસ્ટન્ટ તરીકે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ-સીઝન 1’ (2009), ‘કિચન ચેમ્પિયન’(2010) અને ‘ઝલક દિખલાજા-5’(2012)માં જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, અવિકાને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા આવડે છે.

નાના પડદા પર પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં રાજ કરનારી અવિકાને લીડ એક્ટ્રસ તરીકે કોઈ બોલિવૂડ ફિલ્મ મળી નથી, પણ તે ‘મોર્નિંગ વૉક’(2009), ‘પાઠશાલા’ (2010) અને ‘તેજ’ (2012)માં નાના-નાના રોલમાં કરી ચૂકી છે.

આ ઉપરાંત અવિકાએ ‘ઉય્યાલા જમ્પાલા’(2013)થી તેલુગુ સિનેમામાં એન્ટ્રી કરી હતી. અવિકાએ ‘લક્ષ્મી રાવે મા ઇન્તિકી’, ‘સિનેા ચોપિસ્થા માવા’, ‘કેર ઓફ ફૂટપાથ 2’, ‘માંજા’ અને ‘રાજૂ ગરી ગઢી 3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page