Only Gujarat

Bollywood

શાહિદ કપૂર સાથે ડેબ્યુ કરનાર અભિનેત્રી હવે ફિલ્મોથી દૂર રહીને જીવે છે આવી લાઈફ

મુંબઈઃ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી અમૃતા રાવ અને શાહિદ કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. શાહિદ અને અમૃતા ઉપરાંત વધુ એક એકટ્રસે પણ ‘ઇશ્ક વિશ્ક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ એક્ટ્રસનું નામ શહનાઝ ટેઝરીવાલા છે. શહનાઝ ટેઝરીવાલાએ તેમનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. શહનાઝ ટેઝરીવાલાના જન્મદિવસે તેમના વિશે જણાવીએ.

શહનાઝ ટેઝરીવાલાનો જન્મ 29 જૂન, 1981એ મુંબઈમાં થયો હતો. પારસી પરિવારમાં જન્મેલી શહનાઝના પિતા મરીન એન્જિનિયર હતાં. શહનાઝે તેમનો અભ્યાસ મુંબઈ અને ન્યૂયોર્કથી કર્યો હતો. ફિલ્મોમાં આવ્યા પહેલાં શહેનાઝને ટેલીવિઝન પર ખૂબ જ ફેમ મળી હતી. શહનાઝ એમટીવીમાં વીડિયો જોકીની સાથે સાથે અનેક એડવર્ટાઇઝમાં જોવા મળ્યા હતા. શહનાઝે કરેલી પેપ્સીની એડવર્ટાઇઝ ખૂબ જ ફેમસ થઈ હતી.

શહનાઝે બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પહેલાં વર્ષ 2001માં તેલુગુ ફિલ્મ ‘એઢુરુલેની મનિષિ’માં કામ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2003માં બોલિવૂડ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શહનાઝ ફિલ્મમાં સેકન્ડ લીડ રોલમાં હતી પણ તેમના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ માટે શહેનાઝને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રસનો એવોર્ડ પણ મળ્યો હતો.

શહનાઝ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ પછી ‘દેલ્હી બેલી’, ‘રેડિયો’, ‘લવ કા ધી એન્ડ’ અને ‘આગે સે રાઇટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, શહનાઝનું ફિલ્મી કરિયર વધુ ચાલ્યું નહીં અને તે યૂએસ જતાં રહ્યાં. શહનાઝ ત્યાં જઈને એક ટ્રાવેલ બ્લોગર બની ગયા. શહનાઝ ખૂદ તેમના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ઉપરાંત શહનાઝે યૂએસની અનેક સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.

શહનાઝ ન્યૂયોર્કમાં હતી ત્યારે તેમને અમેરિકન શો ‘વન લાઇફ ટૂ લિવ’માં મોટો રોલ મળ્યો હતો. આ શો સાથે તે ત્રણ વર્ષ જોડાયેલા રહ્યા હતા. આ પછી વર્ષ 2015માં શહનાઝ અમેરિકન કોમેડિ ડ્રામા ‘બ્રાઉન નેશન’ સાથે જોડાઈ ગયા.

જોકે, વર્ષ 2017માં શહનાઝ એકવાર ફરીથી બોલિવૂડમાં જોવા મળ્યા હતાં. શહનાઝ ટાઇગર શ્રોફ અને નિધિ ઇગ્રવાલની ફિલ્મ ‘મુન્ના માઇકલ’માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં શહનાઝે ખૂબ જ નાનો રોલ કર્યો હતો. પણ આ બહાને શહનાઝના ફેન્સને તેમને જોવાની એક તક મળી હતી.

You cannot copy content of this page