Only Gujarat

Bollywood FEATURED

કોલેજના દિવસોમાં આવો દેખાતો હતો સુશાંત સિંહ રાજપુત, તસવીરો થઈ વાયરલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી રહ્યાં, પણ તેમની યાદો લોકો પાસે રહી છે. સુશાંતના ફેન્સ તેમની યાદોને તાજી કરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપુતના કૉલેજના દિવસનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ આ ફોટોમાં સુશાંત સિંહ રાજપુત તેમના ફ્રેન્ડ્સ સાથે જોવા મળી રહ્યા છે. કૉલેજના દિવસનો આ ફોટો જોયા પછી સુશાંત સિંહ રાજપુતને ઓળખવો ખૂબ જ થોડો મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા પર સુશાંતની જૂની યાદો
સોશિયલ મીડિયા પર અત્યારે સુશાંત સિંહ રાજપુતના જૂના ફોટો અને વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. તેમના ફેન્સ દરરોજ અલગ-અલગ ફોટો વીડિયો શેર કરતા રહે છે. અત્યારે કૉલેજ સમયના જૂના ફોટો સામે આવ્યા છે.

મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ
સુશાંત સિંહ રાજપુતે ગત 14 જૂને મુંબઈ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ તેમની આત્મહત્યા અંગે તપાસ કરી રહી છે અને અત્યાર સુધી પરિવારના સભ્યો સહિત કુલ 27 લોકોના નિવેદન લીધા છે.

બોલિવૂડમાં અત્યારે સૌથી વધુ ઝડપે ઊભરતી એક્ટ્રસ દિશા પટનીએ બોલિવૂડમાં તેમનું ડેબ્યું સુશાંત સિંહ રાજપુત સાથે ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’થી કર્યું હતું. આ ફિલ્મમાં દિશાના નાના રોલના ભરપૂર વખાણ થયા હતા. આમ તો ફિલ્મની મુખ્ય હીરોઇન કિયારા અડવાણી બોલિવૂડમાં ડેબ્યું તો પહેલાથી જ કરી ચૂકી હતી પણ તેમને ઓળખ ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’થી મળી હતી.

ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી વાણી કપૂરે ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં લીડ જોડી સુશાંત સિંહ રાજપુત અને પરિણીતી ચોપડાની હતી પણ, વાણી કપૂરનો સુશાંત સિંહ રાજપુત સાથેનો રોમાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

બોલિવૂડની સ્ટારકિડ સારા અલી ખાને બોલિવૂડમાં હમણાં જ ડેબ્યુ કર્યું છે. સારાએ ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપુત સાથે ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સારા અને સુશાંતની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

સંજના પહેલાં ‘રોકસ્ટાર’, ‘હિન્દી મીડિયમ’ અને ‘ફુકરે રિટર્ન્સ’માં નાના-મોટા રોલ કરી ચૂકી છે, પણ લીડ હીરોઇન તરીકે તે સુશાંત સાથે ‘દિલ બેચારા’થી ડેબ્યું કરવા જઈ રહી છે. ખૂબ જ દુઃખદ બાબત છે કે આ ફિલ્મ રિલીઝ થયા પહેલાં સુશાંતે આ દુનિયા છોડી દીધી છે. આ ફિલ્મ ‘ફોલ્ટ ઇન ઓવર સ્ટાર્સ’નું હિન્દી રિમેક છે. આ ફિલ્મ જલદી જ રિલીઝ થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page