Only Gujarat

Bollywood FEATURED

રોયલ પેલેસથી સહેજ પણ ઓછું નથી શાહિદ કપૂરનું દરિયા કિનારે આવેલું આ ભવ્ય ઘર

મુંબઈઃ એક્ટર શાહિદ કપૂરે થોડાં સમય પહેલાં નવું ઘર ખરીદ્યું હતુ. શાહિદની પત્ની મીરા રાજપૂત નવાં ઘરના ફોટો શેર કર્યા હતાં. શાહિદ અત્યારે મુંબઈના જુહૂ સ્થિત ઘરમાં રહે છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમારની જેવી રીતે જ શાહિદ કપૂરનું ઘર દરિયા કિનારે છે. શાહિદનું ઘર અંદરથી ખૂબ જ ભવ્ય છે અને ઘરમાં સુવિધાની તમામ વસ્તુ છે. તો અમે તમને શાહિદ કપૂરના ઘરના ઇનસાઇડ ફોટો બતાવીએ…

શાહિદ કપૂર તેમની પત્ની મીરા રાજપૂત અને બે બાળકો સાથે આ ઘરમાં રહે છે. રિપોર્ટ મુજબ, થોડાં વર્ષ પહેલાં જ્યારે શાહિદ કપૂરે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત 30 કરોડ રૂપિયા હતી. આમ તો, આ ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર છે, પણ ઘરની બહારનો ભાગ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. અહીંથી દરિયો દેખાય છે.

ઘરના આઉટડોરમાં કાઉચ અને નાના ટેબલ મૂકવામાં આવ્યા છે જેના પર અનેકવાર શાહિદ કપૂર પોઝ આપતાં જોવા મળ્યો છે. ઘરના અનેક ભાગ લાકડાંના બનેલા છે, ખાસ તો ફર્શ જે અલગ લૂક આપે છે.

શાહિદ કપૂરના ઘરની બહારના ભાગમાં બોગનવેલિયાના અનેક ઝાડ છે. તેમના બાળકોને રમવા માટે તે સારી જગ્યા છે. આ ફોટોમાં શાહિદ કપૂર તેમની દીકરી સાથે જોવા મળી રહ્યા છે.

મીરાનો એક ફોટો અનેકવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જે મોટેભાગે તેમના ઘરનો હોય છે. અહીં મીરા ચોપડી વાંચી પોતાનો સમય પસાર કરે છે. આ ફોટોમાં મીરા રિલેક્સ થઈ ચોપડી વાંચી રહી છે.

શાહિદ કપૂરે થોડાં સમય પહેલાં જ એક ડુપ્લેક્સ ખરીદ્યો હતો. શાહિદે જ્યાં નવું ઘર ખરીદ્યું છે ત્યાં અભિષેક બચ્ચન અને અક્ષયકુમારનું એક ઘર પહેલાંથી જ છે. ડુલ્પેક્સની કિંમત 56 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે અને બિલ્ડિંગના 42 – 43 ફ્લોર છે.

શાહિદના નવા ઘરની ડિઝાઈન પર કામ ચાલી રહ્યું છે. ગયા વર્ષે મીરાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં શાહિદ કપૂર અને પંકજ કપૂર ઘર જોવાં આવ્યા હતાં.

મુંબઈ પોશ એરિયામાં આવેલું છે શાહિદ અને મીરા રાજપુતનું રોયલ ઘર, અંદરની તસવીરો જોઈને દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે

You cannot copy content of this page