Only Gujarat

International TOP STORIES

17 બેડરૂમવાળો આ લક્ઝૂરિયસ બંગલો ખરીદવા અનેક લોકોની પડાપડી, જુઓ અંદરની તસવીરો

કોરોના વાયરસને કારણે દુનિયાનાં ઘણા દેશોની ઈકોનોમી તળિયે જતી રહી છે. આ દરમ્યાન લગાવવામાં આવેલાં લોકડાઉનને કારણે લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે. તો ઘણા લોકો પોતાની પ્રોપર્ટી વેચવા માટે મજબૂર થઈ ગયા છે. હવે લંડનમાં એક શખ્સે પોતાના આલીશાન બંગલામાં કોડીની કિંમતે વેચવા માટે જાહેરાત આપી છે.

17 રૂમોવાળા આ ઘરની કિંમત હાલાં હિસાબથી ત્યાં વેચાતા 1 બીએચકે ફ્લેટની બરાબર છે. આ ઘરની કિંમત અને લુક જોઈને તમે પણ ખરીદવા માટે રસ દાખવશો. 17 બેડરૂમવાળો આ બંગલો લંડનનાં લિંકનશાયરમાં સ્થિત છે. તેને 18મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યો છે.

આ બંગ્લામાં સાત રિસેપ્શન રૂમ છે. સાથ જ 14 બેસમેંટ રૂમ, 1 ટેનિસ કોર્ટ અને સાથે જ ઘરની આગળ 6 એકરનો ખાલી પ્લોટ પણ તમને મળશે. આ આલિશાન ઘર તમારું થઈ શકે છે માત્ર 14 કરોડ 46 લાખ રૂપિયામાં. જેટલું મોટું આ ઘર છે એટલી જ તેમાં સુવિધાઓ છે.

તે હિસાબથી આ બંગલાની કિંમત લોકોને ઘણી સસ્તી લાગી રહી છે.લંડનમાં આ કિંમતમાં સિંગલ ટેરેસ ઘર મળે છે. એવામાં આ બંગલાના વેચાણનાં સમાચાર સાંભળીને લોકોમાં હડકંપ મચી ગયો છે. આ ઘરની કિંમત સાંભળ્યા બાદ લોકોમા તેને ખરીદવા માટે હોડ મચેલી છે.

અત્યાર સુધી આ કિંમતમાં મળતા ઘરોમાં વધુમાં વધુ બે કે ત્રણ જ બેડરૂમ મળતા હતા.

પરંતુ 17,500 સ્ક્વેરફૂટવાળું આ ઘર એટલી ઓછી કિંમતમાં વેચાઈ રહ્યું છે કે, તેની સાથે તમને એક ટેનિસ કોર્ટ પણ મળી રહ્યુ છે.

આ બંગાલની સાથે બે તળાવ અને સુંદર ગાર્ડન પણ મળી રહ્યુ છે.

કહેવાય છેકે, આ બંગલાને ખરીદવાની સાથ તેનો કેરટેકર પણ મળશે. એટલેકે ફાયદો જ ફાયદો.

આની પહેલાનાં માલિકે તેને 2008 સુધી સ્કૂલની જેમ વાપર્યો હતો. પરંતુ હવે તેને વેચવા માટે તૈયાર છે. સૌથી સારી વાત એછેકે, આ બંગલાની નજીકમાં જ ચર્ચ પણ છે.

લોકોમાં તેને ખરીદવા માટે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે હવે જોવું એ રહ્યુકે, આ સુપર ઓફરનો લાભ કોણ લે છે.

You cannot copy content of this page