Only Gujarat

National TOP STORIES

ભર તડકામાં આગ પ્રગટાવી પાંચ દિવસથી ભૂખ્યાં રહીને આ સાધુ કરી રહ્યો છે તપ, જાણો કેમ

24 વર્ષનો એક સંન્યાસી 5 દિવસોથી ભીષણ ગરમીમાં મૌન તપ પર બેઠેલો છે. એટલું જ નહીં, તેણે સોય-દોરાથી મોઢે ટાંકા પણ લીધેલા છે. તેણે 5 દિવસથી ખોરાક પણ લીધો નથી. આ દ્રશ્ય ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં જોવા મળ્યું હતું. અલીગઢના તાલુકાના ગભાના વિસ્તારનાં ગામ સોમનામાં એક સંન્યાસી તપ પર બેઠો છે. આશરે 24 વર્ષનો વીરપાલ છેલ્લા 5 દિવસથી વેદપાલસિંહના ખેતરમાં મૌન તપ પર બેઠો છે. આ સંદર્ભે, જ્યારે તપસ્વી વિરપલ પાસેથી જાણકારી મેળવી તો તેણે ત્યારે તેણે ઇશારામાં આકાશ તરફ હાથ ઉઠાવ્યો, પરંતુ મોંમાંથી કોઈ શબ્દ બોલ્યો નહીં.

વીરપાલની આજુબાજુમાં ફરતે આઠ જગ્યાએ છાણાની આગ બળી રહી છે. બંને બાજુ લોઢનાં ત્રિશૂળ અને ચિપિયાં જમીનમાં ખોંસેલાં છે. બાજુમા એક પાણીનું કેન અને સ્ટીલની ડોલ રાખવામાં આવી છે. પૂજારીઓ પહેરે એવું કપડું શરીર પર છે અને સોય-દોરા વડે મોંઢુ સીવેલું છે. સામે કેટલીક માચિસ અને ધૂપ અગરબત્તી રાખેલી છે.

શરીર પર ઘણા બધા સ્ક્રેચ પડેલાં છે. આ જગ્યાએ ઉપસ્થિત ગ્રામજન સોનુએ જણાવ્યું હતું કે વીરપાલ ગામનો રહેવાસી છે, તેના પિતાનું અવસાન થયું છે. માતા હજી ઘરે જ છે.

તેનાં બે ભાઈઓ છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી તેણે આખા પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યા છે અને સાધુ બની ગયો છે.વિરપાલે મૌન તપ પર બેસતા પહેલા એટલું કહ્યું હતું કે તેના સપનામાં ભગવાને આવીને તેને આ રીતે તપસ્યા કરવાની સૂચના આપી હતી. તેના સિવાય કશું પણ કહ્યા વગર તપશ્ચર્યા શરૂ કરી છે.

સવાર-સાંજ ગામલોકો અને કેટલાક પરિવારનાં લોકો આવીને ચા-પાણી આપે છે. છેલ્લા 5 દિવસથી ખાધું નથી.ભલે અત્યાર સુધી લોકો તપસ્યામાં કંઇક માંગે છે જેમ કે વર્તમાન સમયમાં ગરમીને કારણે વરસાદની માંગ તપસ્વી કરી શકે છે

પરંતુ છેલ્લા 5 દિવસમાં વિરપાલ દ્વારા હજુ સુધી કંઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 5 દિવસ સુધી ખોરાક ન ખાવાને કારણે શરીર પણ નબળું થવા લાગ્યું છે.

You cannot copy content of this page