Only Gujarat

Bollywood TOP STORIES

આ સીનિયર એક્ટર પાસે નથી સારવારના પૈસા, મોત સામે ઝઝૂમી રહ્યો છે

ટીવીનાં પીઢ કલાકાર શિવકુમાર વર્મા આ સમયે હોસ્પિટલમાં મોત અને જીંદગી વચ્ચે ઝઝૂમી રહ્યા છે. એક તો તેમને લાંબા સમયથી ફેંફ્સાની સમસ્યા છે જેને કારણે તેમને શ્વાસ લેવમાં મુશ્કેલી થઈ રહી છે અને ઉપરથી તેઓ કોરોના સંક્રમિત હોવાની સંભાવના પણ છે.

આ બધા સિવાય શિવકુમારની પાસે સારવાર કરાવવા માટે પૈસા પણ નથી એટલા માટે હોસ્પિટલનો ખર્ચો ઉપાડવા માટે સોશિયલ મીડિયા પર ફંડ એકત્ર કરવા માટે અપીલ કરાઈ છે. શિવકુમારની હાલતની જાણકારી સિને કલાકારોના યુનિયન સિને એન્ડ આર્ટિસ્ટ એસોસિએશન એટલેકે સિનટાએ આપી છે.

સિનટાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી,’મદદની ભારે જરૂરત છે. સિનટાના સદસ્ય શિવકુમાર વર્મા લાંબા સમયથી ફેંફ્સાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. સાથે જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકા પણ છે. તેમણે હોસ્પિટલનો ખર્ચો ઉઠાવવા માટે રૂપિયાની જરૂર છે.’

સિનટાએ વધુમાં લખ્યું છે કે, ‘અમે તમને બધા લોકોને વિનંતી કરીએ છીએ કે તમે શિવકુમાર માટે જે કંઇ કરી શકો તે દાન માટે કરો.’ આ પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે જેમાં શિવકુમારના બેંક ખાતાની માહિતી છે. આ પોસ્ટને બે વાર રીટ્વીટ પણ કરવામાં આવી છે. જેમાં અક્ષય કુમાર, સલમાન ખાન અને વિદ્યા બાલન જેવા કેટલાક કલાકારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.

શિવકુમાર હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. શ્વાસની તકલીફને કારણે તે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, હવે સંભવિત કોરોના વાયરસના ચેપથી તેમની મુશ્કેલીઓ વધુ વધી છે. ઘણાં ટેલિવિઝન કાર્યક્રમો ઉપરાંત શિવકુમાર વર્ષ 2008 માં રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હલ્લા બોલ’ માં પણ દેખાઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન, વિદ્યા બાલન, પંકજ કપૂર વગેરે કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

You cannot copy content of this page