Only Gujarat

Gujarat

હાથમાં મહેંદી અને દુલ્હનના વેશમાં આ રીતે પહોંચી યુવતી, દુલ્હનનું રખાયું ખાસ ધ્યાન

હાલ લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં એક યુવતીએ લગ્નના દિવસે જ પોતાની નોકરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દુલ્હનના વેશમાં જ પ્રમાણપત્રોના વેરિફિકેશન માટે પહોંચી. આ યુવતી શિક્ષિકા તરીકે પસંદગી પામી છે. પણ લગ્નના દિવસે જ પ્રમાણપત્રોની ચકાસણી રાખવામાં આવી હોવાથી તે ચોળીના ફેરા ફરે તે પહેલા જ પોતાની નોકરીનું પાક્કું કરીને આવી. હવે ટૂંક સમયમાં જ તેને નોકરીનો ઓર્ડર મળી જશે.

આ અંગેની વિગત એવી છે કે જૂનાગઢ જિલ્લાની માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક આપવા માટે 184 ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી કરવા બોલાવવામાં આવ્યા હતા. જેમાં એક યુવતી કે જેના ગુરુવારે લગ્ન હોવાથી ચોળીના ફેરા ફરતા પૂર્વે ઉમેદવાર તરીકે પોતાના પ્રમાણપત્રો સાથે સ્થળ પર પહોંચી હતી. આ યુવતી દુલ્હનના વેશમાં જ ચકાસણી સ્થળે હાજર રહી હતી. તે સમયે ઉપસ્થિત અધિકારીઓ યુવતીની સ્થિતિ જાણ્યા બાદ તેને કોઈ અગવડ ન પડે તેવી બેઠક વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં તેનું વેરિફિકેશન સમયસર પૂર્ણ કરીને તેને રજા આપી દેવાઇ. સ્ટાફના લોકોએ યુવતીને લગ્નની શુભેચ્છા પણ પાઠવી હતી.

મહત્વનું છે કે રાજ્યના શિક્ષણ વિભાગે વિવિધ સરકારી માઘ્યમિક શાળામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઈન ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. જેના ભાગરૂપે જે ઉમેદવારોએ અરજી કરનારને મેરિટના ધોરણે લાયકાતના પ્રમાણપત્રોનું રૂબરૂ ચકાસણી કરવા માટે જે તે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા હતા.

આ રીતે જૂનાગઢ જિલ્લામા 184 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ ઉમેદવારોને મેરિટના ધોરણે આવતા અગ્રતા ધોરણે સરકારી માઘ્યમિક શાળામા નિમણુંક આપવામાં આવશે. વેરિફિકેશન દરમિયાન કોઈપણ ઉમેદવારને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા જૂનાગઢ જિલ્લા શિક્ષણાઘિકારી કચેરી તરફથી સરકારી ગલ્સ હાઈસ્કૂલ કરવામાં આવી હતી.

પસંદ પામેલા ઉમેદવારો ઉમેદવારો પૈકીના એક અપેક્ષાબેન હદવાણી નામની યુવતીના ગુરુવારે લગ્ન હોવાથી તેણે લગ્ન જેટલું જ મહત્વ પોતાની નોકરીને આપ્યું. જેથી તે તેના પ્રમાણપત્રોની ચકાસણી માટે લગ્નના ફેરા ફરતા પહેલા સરકારી ગલ્સ હાઈસ્કૂલ પહોંચી ગઇ. નવવધુના વેશમાં જ તે લાયકાતના પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે ઉપસ્થિત રહી હતી. આ તકે હાજર અધિકારીઓએ પ્રભુતામાં પગલાં પાડનાર ઉમેદવાર યુવતીનું યોગ્ય બેઠક વ્યવસ્થા કરી આપી હતી. તેના લગ્નનો સમય જળવાય તે માટે સમયસર તમામ કામગીરી પૂર્ણ કરવામાં પણ સહયોગ આપ્યો હતો.

 

You cannot copy content of this page