Only Gujarat

Bollywood FEATURED

શ્રદ્ધા કપૂર બનશે નણંદ, જાણો કોણ છે ભાભી ને ક્યારે થશે લગ્ન?

મુંબઈઃ શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરીના દીકરા પ્રિયાંક શર્મા અત્યારે તેમના લગ્નના સમાચારને લીધે ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ, પ્રિયાંક આતાં વર્ષે પ્રોડ્યુસર કરીમ મોરાની દીકરી શજા મોરાની સાથે લગ્ન કરી શકે છે. રિપોર્ટ મુજબ, પ્રિયાંક અને શજા છેલ્લાં કેટલાક સમયથી રિલેશનશિપમાં હતાં. સોશિયલ મીડિયા પર પણ બંનેના ફોટો સામે આવ્યાં છે. હવે બંનેએ તેમના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટ મુજબ, એવું પણ કહેવામાં આવે છે કે, 8 ડિસેમ્બરે એટલે કે મંગળવારે જ પ્રિયાંક અને શાજાએ કોર્ટ મેરેજ કરી લીધા છે. બંને લગ્નને લિગલી રજિસ્ટર કરાવવા માટે કોર્ટમાં એપ્લાય પણ કરી દીધું છે.

તો વેડિંગ સેલિબ્રેશનની વાત કરીએ તો તે ફેબ્રુઆરી 2021માં થશે. આ પછી ગ્રાન્ડ રિસેપ્શન પણ આ મહિને થશે. પ્રિયાંક શર્મા પદ્મિની કોલ્હાપુરી અને પ્રદીપ શર્માના દીકરો છે. આ સંબંધથી પ્રિયાંક શ્રદ્ધા કપૂરનો કઝિન બ્રધર છે. સોશિયલ મીડિયા પર શાજા મોરાની સાથે પ્રિયાંકે ઘણાં ફોટો શેર કર્યાં છે.

આ અંગે કરીમ મોરાનીનું કહેવું છે કે, શાજા અને પ્રિયંકા લગ્ન કરવા જઈ રહ્યાં છે, પણ તે લગ્ન ફેબ્રુઆરીમાં થશે. ઉલ્લેખનીય છે કે, પ્રિયાંક અને શાજા વર્ષ 2018માં રિલેશનશિપમાં છે. શાજા પોતાની થનારી મધર ઇન લૉ પદ્મિની કોલ્હાપુરીની ઘણી નજીક છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયાંકની ડેબ્યુ ફિલ્મ સબ કુશલ મંગલ આ વર્ષે રિલીઝ થઈ હતી. જેમાં તેમની સાથે રવિ કિશનની દીકરી રીવાએ ડેબ્યું કર્યું હતું. બીજી તરફ શાજા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ઑલવેઝ કભી કભી અને હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

પ્રિયાંકની થનારી પત્ની શાજા આ વર્ષની શરૂઆતમાં કોરોના સંક્રમિત થઈ હતી. તેમની બહેન જોઆ અને પિતા કરીમ મોરાની પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતા અને તે ઘણાં દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં.

પતિ પ્રદીપ ઉર્ફે ટૂટૂ શર્મા સાથે શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરી. બીજી તરફ મા પદ્મિની સાથે પ્રિયાંક શર્મા

બહેન શ્રદ્ધા કપૂર સાથે પ્રિયાંક શર્મા.

You cannot copy content of this page