Only Gujarat

FEATURED International

માદાનાં પેટમાં 10 કરોડ વર્ષ બાદ મળ્યું સ્પર્મ, કંઈક આ રીતે મળ્યું જોવા!

નાએપ્યીડૉઃ દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બને છે, જેને જાણવા અને સમજવામાં વિજ્ઞાનના માપદંડ પણ ટૂંકા પડે છે. કોઇ પણ વસ્તુ કે વિષય પર સંશોધન કરનારને અનેકવાર એવી વસ્તુઓ મળે છે, જે જોઇએ તે કહી શકે કે આ વસ્તુ આટલા વર્ષ પ્રાચીન છે. મ્યાનમારમાં કંઇક આવી જ ઘટના સામે આવી છે. અહીં વૈજ્ઞાનિકોને 10 કરોડ વર્ષ પહેલા જમીનની અંદર દફન એક માછલી મળી. સતત વર્ષોના દબાણના કારણે તેની બોડી જીવાશ્મમાં બદલી ગઇ હતી. જો કે આટલા વર્ષો બાદ પણ તેમની બોડીમાં સ્પર્મ સ્ટોર હતું. આ જોઇને વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે.


વૈજ્ઞાનિકોના હાથ દુનિયાનો સૌથી પ્રાચીન જીવાશ્મ લાગ્યો છે. આ જીવાશ્મ (Fossil) એક માદા માછલી છે. તેની બોડી નર માછલી સાથે સંબંધ બાધ્યાં બાદ માટીમાં દબાઇ ગઇ હતી.

મ્યાનમાર હુંકૌંગ વૈલીના ખોદકામ કર્યાં બાદ મળેલી માછલીની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ માછલીના પેટમાંથી વૈજ્ઞાનિકોઓ 10 કરોડ વર્ષ જુનુ સ્પર્મ કાઢ્યું છે. આ માછલીની પ્રજાતિનું નામ Myanmarcypris hui રાખવામાં આવ્યું છે. તે અત્યાર સુધી લોકોની નજરથી દૂર હતી. તેના જીવાશ્મને જોયા બાદ આ પ્રજાતિની માછલીની જાણકારી મળી.

રિસર્ચર્સના મત મુજબ, આ માછલી એવા પાણીમાં રહેતી હતી કે, જેની આસપાસ વૃક્ષો હશે. તેની સડેલી છાલના જીવાશ્મથી આ વાતની પુષ્ટી થાય છે. આ ડિસ્કવરીથી જાનવરોના રિપ્રોડકશના મુદ્દે પણ કોઇ તારણ બહાર આવે તેવી શક્યતા વૈજ્ઞાનિકો જોઇ રહ્યા છે. તેમણે સ્પર્મ સ્ટોર કરેલા આ માદાના જીવાશ્મને ખૂબ જ ખાસ ગણાવ્યું છે.

આ પહેલા પણ 5 કરોડ વર્ષ જુનુ સ્પર્મ મળી આવ્યું હતું. જે એન્ટાર્કિટિકાના એક કફૂન ( પ્રાણીનું કવચ કે કોચલું)માંથી મળ્યું હતું. માછલીના પેટમાં જમા સ્પર્મ ચમકીલા પથ્થર જેવો બની ગચો હતો. વૈજ્ઞાનિકોએ તેની 3 D પ્રિન્ટ રજૂ કરી છે. હવે વૈજ્ઞાનિકો દ્રારા માછલીમાંથી મળેલા સ્પર્મની ઊંડાણથી ચકાસણી કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page