Only Gujarat

FEATURED National

લગ્નને સમણાં લઈને દુલ્હને કર્યાં હતાં લગ્ન, સુહાગરાત માણે હજી થયા હતાં માંડ બે દિવસને હવે છે જેલમાં બંધ

કાનપુરઃ કાનપુરમાં બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીની હત્યાના મામલે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. શુક્રવાર (10 જુલાઈ)એ સવારે મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસ તેમની ગેંગના સાથીઓની ધરપકડ કરી રહી છે. જોકે જે રીતે વિકાસ દુબેના એન્કાઉન્ટર પર હાલ હજારો સવાલ ઉઠી રહ્યાં છે. તે જ રીતે પોલીસની અન્ય કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. વિકાસ દુબેની પત્નીએ ક્લિનચિટ આપી દેવાઇ છે. તો તેમના સાથી અમર દુબેની 8 દિવસની નવપરણિતાને કેમ જેલની સજા કરાઇ છે? વિકાસ દુબેના કેસમાં પોલીસની કામગીરી સતત શંકાના ઘેરામાં રહી છે. પોલીસની કાર્યવાહી પર અમર દુબેની દાદી સર્વેશ્વરી દેવીએ પણ અનેક સવાલ ઉઠાવ્યાં છે.

8 જુલાઇ હમીરપુરમાં માર્યા ગયેલા વિકાસ દુબેની ગેંગના મુખ્ય આરોપી અમર દુબેના એન્કાઉન્ટર બાદ તેમની દાદીએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યાં છે. દાદી સર્વેશ્વરીએ જણાવ્યું હતું કે, જ્યારે મુખ્ય આરોપી વિકાસ દુબેની પત્ની અને તેમની દીકરાના ક્લિન ચિટ આપી દેવાઇ તો અમર દુબેની 8 દિવસની નવવિવાહિતાને જેલમાં રાખવાનો શું અર્થ છે? ઉંમરના અંતિમ પડાવમાં પહોંચેલી અમર દુબેની દાદીએ તેમના પરિવારનો વિનાશ તેમની નજરે જોયો છે. આંસુભરી આંખે દાદી સર્વેશ્વરીએ જણાવ્યું કે, “હજુ આઠ દિવસ પહેલા ઘરના આંગણામાં શરણાઇ ગૂંજી રહી હતી અને આઠ દિવસ બાદ આખું ઘર બરબાદ થઇ ગયું”

અમરની દાદીએ જણાવ્યું કે, “આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અમરને તેમની સજા મળી ગઇ. તેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઇ ગયું. પરંતુ ત્રણ દિવસ પહેલા આવેલી ખુશીનો શું ગુનો હતો કે પોલીસે તેમને જેલ ભેગી કરી દીધી. તેમણે જણાવ્યું કે, મને એ નથી સમજાતુ કે, આટલી કડકાઇથી કાર્યવાહી કરતી પોલીસ વિકાસ દુબેની પત્ની રિચા દુબે પર કેમ મહેરબાન થઇ ગઇ?

તો બીજી તરફ ખુશીના માતા-પિતાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “શું અમને જીવવાનો હક નથી? અમે અમારા સંતાનનના ગુનેગાર તો અમે છીએ કે અમે દીકરીને જન્મ આપ્યો. અમે પરિવારમાં આવનાર આ લક્ષ્મીનું નામ એવું વિચારીને ખુશી રાખ્યું હતું કે તે જીવનભર ખુશ રહે પરંતુ લગ્નના આઠ દિવસમાં જ તેનું જીવન દુ:ખોથી ભરાઇ ગયું. આજે એવું લાગે છે. આ કરતા અમે નિસંતાન હોત તો વધુ સારૂ હતું”

ખુશીના માતા પિતાએ જણાવ્યું કે, “અમને તો ખુશીને જેલમાં મળવા જવાનો પણ ડર લાગે છે. ક્યાંક પોલીસ અમને પણ જેલ હવાલે ન કરી દે. અમે ખુશીના માતા પિતા છીએ અને તેમને જન્મ આપવાનો ગુનો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કાનપુર શૂટઆઉટ મામલામાં અત્યાર સુધીમાં પોલીસે 6 લોકોને ઠાર માર્યા છે. આ 6 વ્યક્તિમાં તેમનો રાઇટ હેન્ડ ગણાતો અમર દુબે પણ સામેલ હતો. 8 જુલાઇએ હમીરપુર પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું.

જે દિવસે અમર દુબેનું એન્કાઉન્ટર થયું તેના 8 દિવસ પહેલા એટલે કે, 29 જૂને અમર દુબેના લગ્ન થયા હતા. લગ્નના ત્રીજા દિવસે જ પોલીસની હત્યાની ઘટના બાદ અમરદુબે નવવિવાહિતા પત્ની ખુશીને છોડીને ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ પોલીસે અમરની મા અને તેમની પત્ની ખુશીની ધરપકડ કરી લીધી છે. જેના પર તેના પરિવારજનો સવાલ ઉઠાવી રહી છે.

You cannot copy content of this page