Only Gujarat

FEATURED National

આ જોડિયા ભાઈ-બહેને દસમા ધોરણમાં કર્યું ટોપ, બંનેના માર્ક્સ જોઈને લાગશે નવાઈ

ગુરુગ્રામઃ જોડિયા બાળકોમાં એક સરખી આદતો, બંનેનો સમાન દેખાવ, બંનેના ગમા અણગમા સમાન. આવી બધી વાતો તો આપે સાંભળી હશે. પરંતુ આપને ખ્યાલ છે કે ટિવન્સ બાળકોનું મગજ પણ એકજ સરખું કામ કરે છે. જી હાં ગુરુગ્રામની એક પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા જોડિયા ભાઇ-બહેને આ સાબિત કરી દીધું છે. આ બંને ભાઇ બહેનની જોડી કમાલની છે અને તેમણે દસમાના રિઝલ્ટમાં કમાલ કરીને બતાવ્યો પણ છે. કેવી રીતે આવો જાણીએ.

જોડિયા ભાઇ બહેન આનંદિતા અને આદિત્યએ CISCE બોર્ડની દસમાની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં બંને ભાઇ-બહેને ટોપ કર્યું છે. અહીં આશ્ચર્યની વાત તો એ છે કે, બંનેના દરેક વિષયમાં લગભગ સમાન જ માર્કસ છે.

દસમાની પરીક્ષામાં મોટી બહેન આનંદિતાએ 99.2 ટકા મેળવ્યાં છે તો ભાઇ આદિત્યે પણ 99.2 ટકા મેળવ્યા છે. આદિત્ય અને આનંદિતાના માતા-પિતાએ જણાવ્યું કે, બંનેના જન્મમાં 2 મિનિટનો ફરક છે. આનંદિતાનો 2 મિનિટ પહેલા જન્મ થયો હતો. આનંદિતા આમ પણ મોટી બહેનની જેમ આદિત્યનો ખ્યાલ રાખે છે. સમાન દેખાતા બંને જોડિયા ભાઇ બહેને એક જ સમાન ટકાવારી લાવીને બધાને આશ્ચર્યમાં નાખી દીધી છે.

આ બંને જોડિયા ભાઇ બહેને બધા જ વિષયમાં એક જ સમાન માર્કસ મેળવ્યા છે. પરિવારના લોકો જણાવી રહ્યાં છે કે, બંને ભાઇ-બહેનનું આ એકદમ સમાન રિઝલ્ટ આવવું એક ઇશ્વરીય આશીર્વાદનું જ પરિણામ હોય તેવું મહેસૂસ થાય છે.

બંને જોડિયા ભાઇ બહેનોએ પરીક્ષામાં ટોપ કર્યું છે. બંને માર્કસ સમાન છે. તે પરથી કહી શકાય કે બંનેની મગજની ક્ષમતા સમાન છે. પરંતુ આ બંનેની વિચારધારા સમાન નથી. બંને એકબીજાથી એકદમ અલગ- અલગ વિચારધારા ધરાવે છે. આનંદિતા રિસર્ચર બનાવાનું સપનું જુવે છે તો આદિત્ય કમ્પ્યૂટર એન્જિનિયર બનવા ઇચ્છે છે.

You cannot copy content of this page