Only Gujarat

National

એક જ ચિતા પર કરવામાં આવ્યા યુવક-યુવતીના અંતિમ સંસ્કાર, હચમાચવી મૂકતો કિસ્સો

રોહતકમાં એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ભાઇએ પોતાની બહેન અને તેના પતિની ચાકુથી હત્યા કરી દીધી હતી. સગા ભાઇ અને બે કાકાના ભાઇઓને પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે પણ સંબંધમાં તેનો પિતરાઈ ભાઈ થતો હતો. સમાજની પંચાયતે 5 મહિના પહેલાં જ પતિ-પત્નીને ગામમાંથી કાઢી મૂક્યા હતા. પણ સગાભાઈએ બહેન સાથે વાતો કરી તેનો ભરોસો જીતી બંનેને બોલાવીને ખૂની ખેલ ખેલી નાંખ્યો હતો. બંનેના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

ફરમાના ગામમાં રહેતા પુજા અને સુરેન્દ્રએ લવ મેરેજ કર્યા હતા. બંને સંબંધમાં પિતરાઈ ભાઈ-બહેન થતા હતા. લગ્ન બાદ યુવક-યુવતીને ગામમાં પ્રવેશવા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી. આથી તેઓ ગામની જગ્યાએ રોહતકમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. ભાઇએ મદદ કરવાનો ભરોસો આપ્યો તો ધમકી ભૂલી ગયા અને બંને તેની સાથે બાઇક પર બેસી ગામ જવા રવાના થયા. જો કે આ ભરોસો યુવક-યુવતી માટે જીવલેણ સાબિત થયો. હત્યારાઓએ વારદાતને અંજામ આપવા માટે ત્રણ મહિના પહેલા જ ષડયંત્ર રચ્યું હતું.

ફરમાના ગામમાં રહેતા પુજા અને સુરેન્દ્ર ગત વર્ષે 19 ઓગસ્ટે ગામ છોડી જતા રહ્યાં હતા. પૂજા અને સુરેન્દ્ર સંબંધમાં પતિરાઈ ભાઈ-બહેન થતા હતા. પુજાના પિતાએ મહમ થાનામાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે પુજા અને સુરેન્દ્રને શોધી કાઢ્યા અને પુજાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની મરજીથી સુરેન્દ્ર સાથે જવા અને બાલિક હોવાને કારણે પ્રેમ લગ્ન કરવાની વાત કરી. આ આધારે પોલીસે અપહરણની ફરિયાદ રદ્દ કરી દીધી. બાદમાં આ મામલે બંને પક્ષો વચ્ચે ગામમાં પંચાયત પણ મળી હતી. પરંતુ બાલિક હોવાને કારણે કાયદેસરની કાર્યવાહી પરિવારજનો કરી શક્યા નહીં.

જ્યારે વાત માથા ઉપર ગઇ તો પરિવારજનોને ગામમાંથી જતા રહેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેઓ રોહતકમાં એક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. જો કે આ પહેલા સેફ હાઉસમાં થોડા દિવસ રહ્યાં. પુજાના સ્વજન તેને સામાજિક પ્રતિષ્ઠાથી જોડી રહ્યાં હતા. આ સામાજિક પ્રતિષ્ઠાના કારણે બંનેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પુજા ચાર ભાઇઓની એકમાત્ર બહેન હતી. હત્યાનો મુખ્ય આરોપી મોટો ભાઇ અજય ઉર્ફ અજીત છે જે સિવાની મંડીમાં રહેતો હતો. જ્યારે બાકી ત્રણ ભાઇ નાના છે જે ભણે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અજય ઉર્ફ અજીત બુધવાર 17 જુનની રાતે પુજા અને સુરેન્દ્ર બાઇક પર રોહતકથી ભિવાનીના સિવાની મંડી લઇ જવા માટે નિકળ્યા હતા. બંનેને મુખ્ય રસ્તાની જગ્યાએ બીજા રસ્તેથી લઇ ગયો. ભિવાનીના બડેસરા ગામ નજીક પહોંચ્યા તો ત્યાં પહેલાથી જ યોજનાબદ્ધ ઢંગથી અજયના ચચેરાભાઇ સાહિલ તથા બબલુ ઉભા હતા. જ્યાં સુધી સુરેન્દ્ર અને પુજા કંઇ સમજે ત્રણેયે ઘેરી લીધા અને ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. સુરેન્દ્ર તો ત્યાં જ ઢેર થઇ ગયો જ્યારે પુજા અંધારાનો ફાયદો ઉઠાવી ખેતરમાં છૂપાઇ ગઇ. ત્રણેયે ખુબ શોધખોળ કરી પરંતુ તે હાથ આવી નહીં.

રાતે જે સમયે પોલીસ બડેસરા ગામના ખેતરમાં પહોંચી તો ત્યાં લોહીથી લથપથ હાલતમાં સુરેન્દ્રનો મૃતદેહ પડ્યો હતો. તેના ગળામાં રસ્સી પણ હતી. પહેલા તેને ફાંસી લગાવી હશે ત્યારબાદ તેનું ગળું કાંપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. ઘટનાસ્થળે હેલમેટ અને બંગડી પણ મળી તૂટેલી મળી આવી હતી. જેને જોતા લાગી રહ્યું હતું કે આરોપીઓની સાથે પુજાની ખુબ જ હાથાપાઇ પણ થઇ હશે. એસએસએલ ઇન્ચાર્જ ડોક્ટર સરોજ મલિક દહિયાએ ઘટનાસ્થળે પહોંચી તમામ પુરાવા એકત્રિત કર્યા હતા.

આરોપીઓએ બંનેના ગળા પર ધારદાર હથિયારોથી વાર કરી રાખ્યા હતા. જેમાં સુરેન્દ્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. જ્યારે પુજા સવારે અંદાજે આઠ વાગ્યે જાતે જ લોહીથી લથપથ હાલતમાં મહમ સવિલ હોસ્પિટલ પહોંચી. આ વાતને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. કારણ કે જે જગ્યાએ ઘટના બની ત્યાંથી મહમ સિવિલ હોસ્પિટલ ત્રણ કિમી દૂર છે. રાતે અંદાજે દશ વાગ્યાની ઘટના ગણાવવામાં આવે છે. ઘાયલ અવસ્થામાં તે ત્રણ કિમી કેવી રીતે પહોંચી. જો કે ચર્ચા એવી પણ થઇ રહી છે કે તે રસ્તા પર આવી હતી ત્યારબાદ કોઇ વ્યક્તિ તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ છોડી ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે અજય ઉર્ફ અજીતે ફોન કરી તેના ઘરે આવવાનું કહ્યું હતું. બંનેને ફોસલાવ્યા કે તે સિવાની મંડીમાં સુરેન્દ્રને કામ અપાવી દેશે અને ત્યાંજ રૂમ ભાડે લઇને રહેવાની વ્યવસ્થા કરી આપશે. ઘણા દિવસથી પરિવારજનોથી દૂર રહેતી પુજા પણ તેની વાતમાં આવી ગઇ. તેને લાગ્યું કે બધુ ઠીક થઇ જશે અને તે પોતાના પરિવારજનો સાથે રહી શકશે.

 

You cannot copy content of this page