Only Gujarat

National

ઓપરેશન દરમિયાન પેટમાંથી નીકળ્યો હેડફોન કેબલ, જોઈ ડૉક્ટર પણ ચોંક્યા

ગુવાહાટી: ઘણીવાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઓપરેશન બાદ એવા સમાચાર સામે આવતા હોય છે સૌને ચોંકાવી દે છે. આવી જ એક ઘટના આસામના ગુવાહાટીથી સામે આવી છે, જ્યાં એક હોસ્પિટલના ડૉક્ટર તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે સર્જરી દરમિયાન એક યુવકના મૂત્રાશયમાંથી હેડફોન કેબલ નીકાળ્યું. વાસ્તવમાં આ ઘટનાનો વીડિયો અને અમુક તસવીરો ડૉક્ટરે જાતે જ સોશિયલ મીડિયા પર શેર કરી છે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડૉક્ટર્સ કઈ રીતે દર્દીના શરીરમાંથી એક કેબલ નીકાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘણી તસવીરો પણ ડૉક્ટરે શેર કરી છે.

ડૉક્ટર વલી ઈસ્લામે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે,‘હું છેલ્લા 25 વર્ષોથી સર્જરી કરી રહ્યો છું પરંતુ પ્રથમવાર આવો કિસ્સો જોઈ રહ્યો છું. એક વ્યક્તિએ આવી કહ્યું કે- તેણે ભૂલથી હેડફોન કેબલ ગળી લીધો છે. પરંતુ તપાસ કરતા તે વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટથી કેબલ અંદર નાંખ્યો હતો એ ખબર પડી. આ જ તેની માટે જીવનની સૌથી મોટી ભૂલ બની. જોકે આ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નથી લાગી રહી.’

દર્દી અમુક અઠવાડિયા અગાઉ જ ડૉક્ટર્સ પાસે ગયો અને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી. જોકે તેણે ડૉક્ટરને જણાવ્યું હતું કે, તેણે ભૂલથી હેડફોન કેબલ ગળી લીધો છે. ડૉક્ટરે જ્યારે યુવકનો પેટ સ્કેન કર્યો તો તેમને કંઈપણ ના જોવા મળ્યું. જ્યારે ડૉક્ટરે એક્સરેથી મૂત્રાશયની તપાસ કરી તો ત્યાં હેડફોન કેબલ હોવાની જાણ થઈ. જે પછી ડૉક્ટરે વ્યક્તિની સર્જરી કરી તે કેબલ બહાર કાઢ્યો હતો.

આ ઘટના અંગે ડૉક્ટર વલી ઈસ્લામે જ એક ફેબસુક પોસ્ટ લખી અને તેમાં સંપૂર્ણ સ્ટોરી જણાવી હતી. આ કેસ સામે આવ્યા બાદ જ તે અંગે જાણનાર તમામ લોકોને આશ્ચર્ય થયું હતું.

ડૉક્ટર વલી ઈસ્લામની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લોકો આ સફળ ઓપરેશન અંગે વલી ઈસ્લામની પ્રશંસા પણ કરી રહ્યાં છે.

You cannot copy content of this page