Only Gujarat

Gujarat TOP STORIES

આખું માંડવી પાણી જ પાણી, બે દિવસમાં જોત જોતામાં 15 ઈંચ વરસાદ ખાબકી ગયો

કચ્છ: સમગ્ર ગુજરાતમાં ભાર ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માંડવીમાં આભ ભાટ્યું છે. છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને કારણે નીચાણવાણા વિસ્તારો, રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માંડવીમાં છેલ્લા બે દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.

કચ્છના માંડવીમાં બે દિવસથી વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવનની સાથે વરસાદ પડ્યો હતો. રવિવારે માંડવીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રવિવારે લગભગ 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો અને સોમવારે 8 ઈંચ કરતાં વઘારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર કચ્છમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

માંડવીમાં બે જ દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં આખું માંડવી પાણી જ પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત માંડવીના અનેક ગામોમાં ધોધાર માર વરસાદ ખાબક્યો હતો. માંડવી અને અન્ય ગામોમાં કમર સુધી પાણી જોવા મળ્યું હતું અને ગાડીઓ પાણીમાં તરવા લાગી હતી જેના દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઉપરાંત ધોધમાર વરસાદ વરસતાં નદીઓ ગાંડીતૂર બની હતી. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.

માંડવી પર મેઘરાજા વધુ પડતા મહેરબાન થતાં આખું માંડવી પાણી જ પાણી થઈ ગયું હતું જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. છેલ્લા બે દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી તરફ માંડવી તાલુકાના શીરવા, કાઠડા, નાના લાયજા, મોટા લાયજા, પાંચોટીયા બાયડ, મેરાઉ, ગોધરા, દુર્ગાપુર, મોટી રાયણ, કોડાય, ડોણ, ભાડઈ, બિદડા, મસ્કા, બાગ સહિતના વિસ્તારોમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

ઉપરવાસમાંથી અને મુન્દ્રામાં પડેલા ભારે વરસાદને કારણે તાલુકાનાં કારાઘોઘા ગામનું કૃષ્ણ તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. મુન્દ્રા તાલુકાના ભુજપુર, બોરાણા, કપાયા, સિવાયના ગામડાઓમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં નોંધાયા હતાં. ગાંધીધામ, અંજાર, નલીયા સહિતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં વરસ્યા હતા. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળીયો માહોલ સર્જાયો હતો.

માંડવીમાં 26 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસતાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જ્યારે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી જોવા મળ્યાં હતાં. પાણીમાં લોકોએ મજા માણતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. કચ્છ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.

ભારે વરસાદથી કાઠડા ગામ બેટમાં ફેરવાયું હતું. નદીમાં પૂર આવતા કાઠડામાં નદીનું પાણી ફરી વળ્યું હતું. કોઠરા ગામ પાસેથી પસાર થતા ઝરણાઓ સજીવન થયા છે.

આ ઉપરાંત અબડાસા અન માંડવી તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે માંડવીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

જ્યારે બીજી તરફ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતાં. અબડાસામાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે.

ભારે વરસાદથી કાઠડા ગામ બેટમાં ફેરવાયું હતું અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

નદીમાં પૂર આવતાં કાઠડા ગામમાં પાણી ફરી વળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

માંડવી-મુદ્રામાં મોનસુન ટચ થયેલું છે, હાલ સમુદ્રની સપાટીથી 3.1થી 4.5 કિલોમીટરની ઉંચાઈ વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર ચક્રવાત હવાનું ક્ષેત્ર બનેલું છે એટલે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયેલું છે.

જેના કારણે કચ્છના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે જ્યારે અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 24 તારીખ સુધી આવું વાતાવરણ રહશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ, આણંદ, સુરત અને નવસારીમાં ગાજવીજ સાથે મધ્યમ જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

You cannot copy content of this page