Only Gujarat

National

પ્રેમાંધ માતાને અંતે બાળકોની યાદ સતાવી, રડી રડીને પતિને પગે લાગી

પોતાના બે નાના બાળકોને તરછોડીને પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલા પાછી ફરી છે. બાળકોના આંસુ જોઈને માતા પ્રેમી પાસેથી પરત ફરી હતી. તેણે પતિના પગ પકડીને કહ્યું હતું કે તે તેના બાળકોને મળવા દે. તેણે જાહેરમાં પતિને પાસે દીકરા-દીકરીને મળવા દેવાની ભીખ માંગી હતી. આ તકે ભાવુક ર્દશ્યો સર્જાયા હતા.

નોંધનીય છે કે બે દિવસ પહેલાં ઉજ્જૈનના દેસાઈ નગરમાં મહિલા બરફના ગોળાની લારી ચલાવતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેણે બાળકોને એમ કહ્યું હતું કે તે હોસ્પિટલ જાય છે અને પછી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે, તે ખાસ્સા કલાકો બાદ પણ ઘરે પરત ફરી નહોતી. તેણે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં એમ કહ્યું હતું કે બંને બાળકોને પિતાને આપી દેવા. જોકે પિતાએ પણ સંભાળવાની ના પાડી દેતા બાળકો રઝળી પડ્યા હતા. બાળકોને પાડોશીએ સાચવીને માનવતા દેખાડી હતી.

બાળકોને લેવા મહિલા પાછી ફરી: મહિલા ખાસ્સા સમયથી પતિથી અલગ રહેતી હતી અને પતિ પણ બાળકોને સ્વીકારવા તૈયાર નથી. બાળકો છ-છ દિવસ સુધી પડોશીઓના ભરોસે રહ્યા હતા અને ત્યારબાદ અનાથ બાળકોની દેખરેખ કરતી સંસ્થા માતૃછાયાને સોંપવામાં આવ્યા હતા. પછી આ બંને બાળકોને બાળ ગૃહ મોકલી દેવામાં આવ્યા હતા. બાળગૃહે એક કમિટી બનાવી હતી અને તે નક્કી કરશે કે બાળકો માતા કે પિતાને આપવા લાયક છે કે નહીં. બાળ ગૃહની સામે મહિલા ઘણું જ રડી હતી.

મહિલાએ કહ્યું- પતિએ બાળકોને રસ્તે રઝડતા કર્યાઃ મહિલાએ કહ્યું હતું કે તે હોસ્પિટલમાં એડમિટ હતી. આ દરમિયાન પતિ બાળકોની દેખરેખ રાખતો હતો. તેણે માત્ર એક દિવસ બાળકોને સંભાળ્યા અને પછી ઘરની બહાર મૂકી દીધા હતા. તેને ન્યૂઝ પેપરથી એ વાત જાણવા મળી કે બાળકોને પડોશીઓ સંભાળે છે. મહિલાએ કહ્યું હતું કે તે દીકરીને પોતાની સાથે રાખવા માગે છે. દીકરાને પતિ રાખી શકે છે. મહિલા ચાર મહિનાથી પ્રેમી અભિષેક સાથે બંને સંતાનો સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. બીમાર થતાં તે હોસ્પિટલમાં દાખલ હતી અને સાજી થયા બાદ પ્રેમી સાથે ઉત્તર પ્રદેશ જતી રહી હતી.

પતિએ કહ્યું- પત્નીના બીજા લગ્ન ને હવે ત્રીજા સાથે ભાગીઃ મહિલાનો પતિ રેલવે કર્મચારી છે. તેમે કહ્યું હતું કે તેની પત્નીને પહેલાં લગ્ન થયા હતા અને તેણે ડિવોર્સ આપ્ય હતા. દીકરો પહેલાં પતિનો છે, જ્યારે દીકરી તેની છે. લગ્નના પાંચ વર્ષ પછી તે પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. એક અઠવાડિયા પહેલાં તે બંને બાળકોને તેના ઘરે મૂકીને જતી રહી હતી. બીજા દિવસે તે બાળકોને પત્નીના ઘરે મૂકી આવ્યો હતો.

You cannot copy content of this page