Only Gujarat

National

ઘરમાં એક માત્ર કમાનારી હતી મોટી બહેન, પરિણીત નાની બહેને મરાવી નાખી

સંબંધોને કાળા ધબ્બા લગાવતો એક કિસ્સો હાલમાં જ બન્યો હતો. તનિષ્ક શોરૂમની સેલ્સગર્લનું મર્ડર થયું હતું. સેલ્સગર્લની બીજા નંબરનું બહેનના દિયરનું નાની બહેન સાથે અફેર હતું. બંનેની પ્રાઇવેટ તસવીરો સેલ્સગર્લ બહેનના હાથમાં આવી હતી. આથી જ નાની બહેન લગ્નનું દબાણ કરતી હતી. આથી જ બહેને દિયર સાથે મળીને મોટી બહેનની હત્યા કરાવીદીધી હતી.

આ ઘટના બિહારના બેગૂસરાયમાં બની હતી. હત્યાના 24 દિવસ બાદ પોલીસે આ કેસ ઉકેલ્યો હતો. 11 જૂનના રોજ તનિષ્ક સેલ્સગર્લ નેહા જ્યારે સ્કૂટી પર ઘરે પરત ફરતી હતી ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના મતે, નેહાની હત્યા બ્લેકમેઇલિંગના કારણે કરવામાં આવી હતી.

નેહાની બીજા નંબરની બહેન તથા દિયર કુંદનની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક આરોપી હજી ફરાર છે. પોલીસે કહ્યું હતું કે કુંદનનું નેહાની સૌથી નાની બહેન કોમલ સાથે અફેર ચાલતું હતું. નેહાને કોમલ તથા કુંદનની કેટલીક તસવીરો મળી હતી. ત્યારબાદ નેહાએ કુંદનને કોમલ સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું.

તો બીજી તરફ નેહાની બીજા નંબરની બહેન નિશા નહોતી ઈચ્છતી કે તેના દિયર કુંદનના લગ્ન કોમલ સાથે થાય અને તેની બહેન દેરાણી બનીને ઘરમાં આવે. કુંદન પણ કોમલ સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. આથી જ કુંદન અને નિશાએ સાથે મળીને નેહાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

આ ઘટનામાં નિશા લાઇનરની ભૂમિકામાં હતી. કુંદરે નેહા શોરૂમમાંથી નીકળી ત્યારબાદ ઘરથી 200 મીટર દૂર પોતાના સાથીની મદદથી ગોળી મારી દીધી હતી.

પાંચ વર્ષ પહેલા પતિથી અલગ થઈઃ 27 વર્ષીય નેહાએ 2011માં ઈશાંક સાથે લગ્ન કર્યા હતા. ઈશાંક ઘરજમાઈ બનીને રહેતો હતો. બંનેને એક દીકરો પણ છે. જોકે, વિખવાદ થતાં 2016માં બંને અલગ થઈ ગયા હતા.

બાઇકસવારો પીછો કરતાં હતાંઃ નેહાની નાની બહેન કોમલે કહ્યું હતું કે મોતના ત્રણ-ચાર દિવસથી બાઇક પર બે સવાર લોકો પીછો કરતાં હતાં.

નેહાએ આ વાત ઘરે પણ કહી હતી. નેહાને બે નાની બહેનો ને એક ભાઈ હતો. પિતાના મોત બાદ તે જ ઘરમાં એક માત્ર કમાનારી વ્યક્તિ હતી.

You cannot copy content of this page