Only Gujarat

National

વહુએ દીકરો બનીને સસરાની કરી સેવા, અર્થીને આપી કાંધ આપી દીકરાની ફરજ નિભાવી

ધમતરીઃ પરંપરાનો તોડવી આજે પણ મુશ્કેલ છે. સમાજમાં ઘણાં પરિવારો પરંપરા તોડીને એક અલગ જ ઉદાહરણ પૂરું પાડતા હોય છે. છત્તીસગઢમાં 2020માં આવું જ કંઈક બન્યું હતું. ઘરના મોભીના અવસાન બાદ તેમની અર્થીને દીકરી તથા વહુએ કાંધ આપી હતી. આટલું જ નહીં ઘરના દરવાજાથી લઈ ગલીના નાકા સુધી કાંધ આપી હતી. દીકરા દીપક સાહુનું થોડાં વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું હતું.

છત્તીસગઢના ધમતરી જિલ્લાના અંતર્ગત નગરી બ્લોકના દેઉરપારા (કર્ણેશ્વર ધામ)ની આ ઘટના છે. અહીંયા 80 વર્ષીય મોહનલાલ સાહુ લાંબા સમયથી બીમાર હતા. તેઓ સાહુ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને ગામમાં પણ તેમની શાખ હતી. પરિવારમાં બે પત્ની, વહુ તથા 2 દોહિત્રી-દોહિત્ર છે.

મોહનલાલ જ્યારે બીમાર હતા ત્યારે પત્ની તથા વહુ રૂમાન સાહુ જ તેમની દેખરેખ રાખતા હતા. ત્રણ દીકરીઓ સાસરે છે. જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે વહુ તથા દીકરીએ જ અર્થીને કાંધ આપીને દીકરાની કમી દૂર કરીને પોતાની ફરજ નિભાવી હતી.

મોહનલાલના નિધનને કારણે આખા ગામમાં શોક છવાઈ ગયો હતો. ગયા વર્ષે લૉકડાઉન હોવાથી તેમના અંતિમ સંસ્કાર કર્ણેશ્વર ધામ સંગમ ઘાટ પર કરવામાં આવ્યા હતા. છત્તીસગઢમાં કદાચ આ પહેલી ઘટના છે, જ્યાં વહુ ને દીકરીએ અર્થીને કાંધ આપી હોય. એકના એક દીકરાના મોત બાદ વહુ જ દીકરો બનીને પરિવારનું ધ્યાન રાખતી હતી.

મોહનલાલ બીમાર થતાં વહુએ જ દીકરાની જેમ સારવાર કરી હતી. જ્યારે તેમનું નિધન થયું તો વહુને લાગ્યું કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હિંમત હાર્યા વગર અર્થીને કાંધ આપવા માટે વહુ રૂમાન પહેલાં આગળ આવી હતી. તેને જોઈને દીકરી પણ આગળ આવી હતી. જેણે પણ આ દૃશ્ય જોયું તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

You cannot copy content of this page